હેમકુંટ ફાઉન્ડેશને આજે બોલીવૂડના સુપરસ્ટાર અને યુથ આઈકોન રણવીર સિંહને ગૂડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો હોવાની ઘોષણા કરી હતી. હેમકુંટ ફાઉન્ડેશન શિક્ષણ, કુશળતા વિકાસ, આજીવિકાને પહોં અને આરોગ્ય સંભાળના આધાર સાથે સમાજના ગરીબ વર્ગોના ઉદ્ધાર માટે સતત કામ કરે છે. તેણે મહામારી દરમિયાન અને ગરીબીનું ચક્ર તોડવા માટે આંશિક સમુદાયોના જીવનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
રણવીરના સહયોગ સાથે આ દિશામાં તેણે વધુ એક પગલું આગળ મૂક્યું છે. યુથ આઈકોન અને શિક્ષણ વિશે અને સમાજને કશુંક પાછું આપવા વિશે જોશપૂર્વક વિચારે છે એવા નાગરિક તરીકે રણવીર ભારતના યુવાનોને ગરીબોને મદદ કરવા માટે સક્રિય ભાગ લેવા પ્રોત્સાહન આપે છે અને સશક્ત બનાવે છે. તે ભારતના સૌથી વિશાળ બિન નફો કરતા કુશળતા વિકાસ કેન્દ્ર એચએફ ગુરુકાલ સાથે નિકટતાથી સંકળાયેલો છે.
ફાઉન્ડેશનમાં જોડાવા માટે પ્રોત્સાહન વિશે બોલતાં રણવીર સિંહ કહે છે, “શિક્ષણ ગરીબી અને બેરોજગારી નાબૂદ કરવા માટે એકમાત્ર સમાધાન છે. વિશાળ વસતિ શિક્ષણને પહોંચ ધરાવતી નથી તે જોઈને બહુ જ દુઃખ થાય છે અને હું મારા દેશના શક્ય તેટલા લોકોને મદદ કરવા મારું યોગદાન આપવા માગું છું. આથી જ મને હેમકુંટ ફાઉન્ડેશન અને હરતીરથ સિંહ સાથે બધા માટે શિક્ષણ અને રોજગારની તકોને સમાન પહોંચ પૂરી પાડવા માટે હાથ મેળવવાની ખુશી થયાછે. મને આશા છે કે આ સહયોગ આંશિક સમુદાયોના બાળકોના જીવનમાં હકારાત્મક પ્રભાવ પાડશે.”
“અમને હેમકુંટ ફાઉન્ડેશન પરિવારમાં રણવીર સિંહ જોડાયો તેની ખુશી છે. તે સમાજને કશુંક પાછું આપવા પર ભાર આપતાં અમારાં મૂલ્યો સાથે ઉત્તમ સુમેળ સાધે છે. તેનો શિક્ષણ પ્રત્યે જોશ અને કટિબદ્ધતા બેજોડ છે. મને ખાતરી છે કે એકત્ર મળીને અમે સમાજમાં જમીન પર મજબૂત પ્રભાવ નિર્માણ કરીશું,” એમ હેમકુંટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર હરતીરથ સિંહે જણાવ્યું હતું.
હેમકુંટ ફાઉન્ડેશને હમણાં સુધી શિક્ષણમાં 50,000થી વધુ લોકો પર પ્રભાવ પાડ્યો છે. હેમકુંટ ફાઉન્ડેશન સાથે ગુરુકુલ ખાંડવા, મધ્ય પ્રદેશમાં 25 એકરમાં ફેલાયેલું છે. તે દર વર્ષે 1000 વિદ્યાર્થીઓને કુશળતાની તાલીમ આપવા માગે છે. સ્કૂલનો હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ /નોકરી વિશિષ્ટ તાલીમ મોડયુલ્સ દ્વારા ઉદ્યોગ માટે તૈયાર કરવા તાલીમ આપવાનો છે.