ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-૨૦૧૮થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી, વાલીઓ તેમજ શાળાને માર્ગદર્શન મળી રહે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા. ૧૯ ફેબ્રુઆરી-૨૦૧૮ થી ૨૮ માર્ચ-૨૦૧૮ સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્ષપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે. હેલ્પલાઇનનો સમય સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૬.૩૦નો છે, તેમ એક યાદીમાં જણાાવાયું છે.
નવસારીમાં હડકાયાનો આતંક, 4 દિવસમાં 70 લોકોને કર્યા લોહી લુહાણ
નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા, હાથ-પગ લોહીલુહાણ કર્યા, સિવિલમાં દર્દીઓની લાઇનનવસારી શહેરમાં હડકાયા કૂતરાઓએ...
Read more