પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.
અમદાવાદ: અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે. ૨૨ સપ્ટેમ્બર થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન નવરાત્રિના ભવ્ય ઉત્સવ ‘પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી’ આવી રહ્યું છે. આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ, કિર્તીદાન ગઢવી રહેશે, જેમણે ૨,૦૦૦ થી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે.
આ કાર્યક્રમ 9 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન, એર-કન્ડિશન્ડ ડોમમાં યોજાશે, જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે. ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ્સ, ડાયનેમિક લાઇટિંગ અને વાઈડ ડાયનેમિક રેન્જ ઑડિઓ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે.
મુલાકાતીઓના અનુભવને વધુ સારો બનાવવા માટે, ‘પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી’ માં એર-કન્ડિશન્ડ ફૂડ પ્લાઝા, પૂરતી પાર્કિંગ સુવિધા સાથેનો વિશાળ ગ્રાઉન્ડ, અને ડોમની અંદર પ્રીમિયમ સીટિંગ સાથેના ખાસ VIP લાઉન્જ પણ હશે.
આયોજકોએ જણાવ્યું કે , “પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી’ સાથે, અમે એક અવિસ્મરણીય અનુભવનું નિર્માણ કરી રહ્યા છીએ, જેમાં ભક્તિ અને પરંપરાનું અનોખું મિશ્રણ છે, અને કીર્તિદાન ગઢવીના પરફોર્મન્સથી અધિકૃત નવરાત્રિનો માહોલ નિશ્ચિત છે. સુરક્ષાથી માંડીને આરામ અને સજાવટ સુધીની દરેક વિગત ગરબાના શોખીનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં દૈનિક ૨૦,૦૦૦ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે, અને સેલિબ્રિટી તેમજ VIP મહેમાનોની હાજરી આ ઉજવણીના ગ્લેમરમાં વધારો કરશે.”
સલામતી અને સુરક્ષા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં સમગ્ર સ્થળ પર સંપૂર્ણ સીસીટીવી કવરેજ અને અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ‘પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી’ સાથે અમદાવાદ દસ દિવસ માટે સંગીત, નૃત્ય અને ભક્તિના રંગે રંગાઈ જશે, જે શહેરના ઉત્સવના માહોલને ભવ્ય શૈલીમાં એકસાથે લાવશે.
‘પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી’નું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રિલાયન્સ, જિયો, ટાટા, ઝાયડસ, ગોદરેજ, તિરુપતિ ઓઈલ્સ અને ટ્રોગોન ગ્રુપ જેવા ભાગીદારોનો સહયોગ પ્રાપ્ત થયો છે.