ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ આખા ગુજરાતમાં રહેશે. ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી ૪ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ૩ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તો ૨૦ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. આજે રાજ્યના ૧૪૯ તાલુકામાં વરસાદ વરસ્યો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ ખાબક્યો છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં પડશે ધોધમાર વરસાદ પડશે. આ સિવાય આગામી ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ થશે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વેલ માર્ક એરિયા સક્રિય છે. સાથે જ આગામી ૪ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે ૩ જિલ્લામાં રેડ એલર્ટ છે.
દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ છે. ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બનશે. જેના કારણે દાહોદમાં આજે ૧૨ ઇંચથી વધુ વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ રહેશે. આવતીકાલે (૧૭ સપ્ટેમ્બર) નર્મદા દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘો તરબોડ થવાનો છે, જેના કારણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ૧૮ સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ૧૯ સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તે જ દિવસે મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે. છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને કોતરમાં નીર આવ્યા છે. નાની ભોરદલી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી વિશે જણાવ્યું કે, મધ્યપ્રદેશમા પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદમાં આજે ૧૨ ઇંચથી વધુ વરસાદની આગાહી છે. તો છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ તૂટી પડશે. આજે નર્મદા દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી છે. ૧૮ સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જયારે ભારે વરસાદ અમદાવાદ, ગાંધીનગરમા સાબરકાંઠામા આગાહી છે. અમદાવાદમાં આજે મઘ્યમ વરસાદની આગાહી. ૧૯ સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે.