કાશ્મીરના ગુલમર્ગ સહિત પાડોશી રાજ્ય હિમાચલ પ્રેદેશમાં કમોસમી હિમવર્ષા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કાશ્મીરના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ગુલમર્ગ અને ઉંચાણવાળા અન્ય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે તો કાશ્મીરના ઉનાબુ પાટનગર શ્રીનગર સહિતના મેદાની વિસ્તારોમાં ફરી વરસાદ નોંધાયો છે તો પડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કમોસમી હિમવર્ષા થતા લોકો પરેશાનીમાં મુકાયા છે.

હવામાન વિભાગે માહિતી આપી હતી કે ગુલમર્ગ ઉપરાંત કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારો ઝોજીલા ઘાટ, અમરનાથ ગુફા વિસ્તાર તેમજ દ્રાસમાં પણ હિમવર્ષા નોંધાઈ હતી. જ્યારે મેદાની વિસ્તારમાં વરસાદ થતા સમગ્ર રાજ્યનું તાપમાન સામાન્ય કરતાં નીચું જતું રહ્યું છે.

શ્રીનગરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૧૮.૫ ડીગ્રી નોંધાયું હતું જે સામાન્ય રીતે ૨૧.૧ ડીગ્રી હોય છે. સત્તાવાળાઓએ પર્વતાવાળા તેમજ હિમપ્રપાતની શક્યતા વાળા વિસ્તારના લોકોને સચેત રહેવા જણાવાયું છે. જેમાં કુપવાડા, બાંદીપોરા, બારામુલ્લા, અનંતનાગ, કુલગામ, બડગામ, ગંદરબાલ, કારગીલ અને લેહ જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી અપાઈ છે. તમામ જિલ્લા સત્તાવાળાઓને તેમના જિલ્લામાં હિમવર્ષા કે વરસાદ સંદર્ભે સાવચેતીના પગલાં ભરવા જણાવાયું છે તો સામે લોકોને પણ અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન નીકળવા જણાવાયું છે.

 

Share This Article