ઉત્તર ભારતથી લઇ બંગાળ સુધી ભારે વરસાદ જારી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી: ઉત્તર ભારતથી લઇને પશ્ચિમ બંગાળ સુધીના વિસ્તારમાં ભારે વરસાદ જારી રહ્યો છે. પહાડી વિસ્તારોથી લઇને મેદાની ભાગો સુધી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. ભારે વરસાદના કારણે પાટનગર દિલ્હી સહિતના કેટલાક વિસ્તારમાં હાલત કફોડી બનેલી છે. રાજસ્થાન, Îયપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જારદાર વરસાદ થઇ રહ્યો છે.

રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદના કારણે સરોવર અને નદી નાળાઓ છલકાઇ ગયા છે. રાજ્યના સરહદી જિલ્લા બાડમેરમાં ભારે વરસાદ થયો છે. જયપુરના શાહપુરામાં નદીમાંથી ડુબવાથી એકનુ મોત થયુ છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે રાજસ્થાનના ૩૫થી વધારે જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદને લઇને એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે.  છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે વરસાદ સિકરમાં થયો છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થયો છે. હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. પંજાબ અને હરિયાણામાં પણ સતત વરસાદ થઇ રહ્યો છે. બંગાળમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી.

બંગાળમાં કોલકત્તા સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મથુરા, આગરા, સહિતના શહેરોમા ભારે વરસાદ થયો છે. બિહાર સહિત દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં મોનસુન જારદાર રીતે સક્રિય હોવાના હેવાલ મળ્યા છે.  

Share This Article