૧ જુલાઈએ રથયાત્રામાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપી,ડાંગમાં આજના દિવસે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર,ભાવનગર,અમરેલી,કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ  પડશે. આગામી ૧ જૂલાઇથી ભારે વરસા ની આગાહી છે. રથયાત્રામાં ૧ જૂલાઇએ અનેક શહેરોમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.

Share This Article