આ કુદરતી આફતમાં બિહારના ૧૬ જિલ્લા પ્રભાવિત થયા
હાલ ચારેબાજુ કાળઝાળ ગરમીની મોસમ ચાલી રહી છે. પરંતુ દિલ્હી સહિત યૂપીના વિસ્તારોમાં ભારે તબાહી મચાવેલી છે. બિહારમાં આકરી ગરમી બાદ આવેલા વાવાઝોડાએ લોકોને રાહત કરતાં વધુ ડરાવી મૂક્યા છે. થોડા કલાકોના વરસાદ અને વાવાઝોડાને કારણે ૧૬ જિલ્લામાં ૩૩ લોકોના મોત થયા છે. વીજળી પડવાથી તમામે જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. બહારનો ભાગલપુર વિસ્તાર આ વાવાઝોડાને કારણે સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં વીજળી પડવાથી સાત લોકોના મોત થયા છે. મુઝફ્ફરપુરનો આંકડો પણ ૬ પર પહોંચી ગયો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગુરુવારે બપોરે બિહારમાં ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું હતું.
ત્યારબાદ ઠેર-ઠેર વૃક્ષો પડી ગયા હતા અને કલાકો સુધી વીજળી ખોરવાઈ ગઈ હતી. જે બાદ અનેક જિલ્લાઓમાં વીજળી પડવાથી લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. શરૂઆતમાં કોઈ ડેટા આપવામાં આવ્યો ન હતો, જેના કારણે કોઈ સ્પષ્ટતા નહોતી. પરંતુ હવે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતે કહ્યું છે કે આ ખરાબ હવામાનમાં ૩૩ લોકોના મોત થયા છે. ખેડૂતોના પાકને પણ ભારે નુકશાન થયાનો અંદાજ છે.
આ ઘટનાથી પીએમ નરેન્દ્ર મોદી તરફથી પણ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્ય પ્રશાસન કોઈ પણ સમય બગાડ્યા વિના બચાવ કાર્યમાં વ્યસ્ત છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે બિહારના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડું અને વીજળી પડવાની ઘટનાઓમાં ઘણા લોકોના મોતને કારણે ખૂબ જ દુઃખી છે. ભગવાન શોકગ્રસ્ત પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં સક્રિયપણે વ્યસ્ત છે.બિહારમાં તોફાનના કારણે ૩૩ લોકોના મોત થયા છે.
જેમાં ભાગલપુરમાં ૭ લોકોના મોત, મુઝફ્ફરપુરમાં ૬ લોકોના મોત, સારણ અને લખીસરાઈમાં ૩ લોકોના મોત, મુંગેર અને સમસ્તીપુરમાં બે લોકોના મોત, જહાનાબાદ, ખાગરિયા, નાલંદા, પૂર્ણિયા, બાંકા, બેગુસરાઈમાં ૧-૧ મૃત્યુ, અરરિયા, જમુઈ, કટિહાર અને દરભંગામાં ૧-૧ મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. નીતિશ કુમારે ટ્વીટ કરીને લખ્યું છે કે રાજ્યના ૧૬ જિલ્લામાં આંધી અને વીજળી પડવાને કારણે ૩૩ લોકોના મોત થયા છે.
મૃતકના પરિવારજનોને તાત્કાલિક રૂ. ૪-૪ લાખની સહાય આપવા તેમજ વાવાઝોડા અને વીજળીના કારણે ઘરને થયેલા નુકસાન અને પાકને થયેલા નુકસાનનું સર્વે કરીને અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સહાય પૂરી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોને ખરાબ હવામાનમાં અત્યંત સાવધાની રાખવાની અપીલ છે.
વાવાઝોડાને રોકવા માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનું પાલન કરો. ઘરમાં રહો અને ખરાબ હવામાનમાં સુરક્ષિત રહો.