ભુવનેશ્વર: ચક્વાતી ડે તોફાનના કારણે ઓરિસ્સામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે હાલમાં જનજીવન પણ ખોરવાઇ ગયુ છે. જા કે તંત્ર દ્વારા પહેલાથી જ સાવચેતીના મામ પગલા લેવામાં આવ્યા હતા જેથી તોફાનના કારણે કોઇ નુકસાન થયુ નથી. ભુવનેશ્વર સ્થિત હવામાન વિજ્ઞાન કેન્દ્રના લોકોએ કહ્યુ છે કે ઉત્તરપશ્ચિમ બંગાળના અખાત પર ચક્રવાતી તોફાન ડે ૨૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યુ છે. તેની અસર હેઠળ સંબંધિત વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે સવારે દક્ષિણી ઓરિસ્સામાં અને ગોપાલપુરની પાસે પડોશી રાજ્યમાં ભારે વરસાદ થયો હતો.
જો કે તોફાન ગોપાલપુરની પાસે પડોશી રાજ્ય આંધ્રપ્રદેશના દરિયાને પાર કરી જતા રાહત થઇ છે. તે હવે આગળ વધીને કમજાર પડનાર છે. તોફાનના કારણે ગજપતિ, ગંજમ, પુરી, રાયગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આગામી ૨૪ કલાક સુધી ભારે વરસાદ જારી રહે તેવી ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે. દરિયામાં ઓરસ્સામાં ૬૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તોફાન ફુકાય તેવી શક્યતા દેખાઇ રહી છે. ગઇકાલે ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેના ભાગરૂપે તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. કોઇ પણ નુકસાનને ટાળવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા.