મુંબઈ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં આજે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં મુંબઇમાં આઠ ઇંચથી વધારે વરસાદ થઇ ગયો છે. હજુ ભારે વરસાદ જારી છે. ભારે વરસાદની ચેતવણી અકબંધ હોવાના કારણે તંત્ર સાબદુ થયેલુ છે. લોકોને ઘરની બહાર ન નિકળવા માટેની સલાહ આપવામાં આવી છે. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે ૨૪થી વધારે ફ્લાઇટોને અસર થઇ છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઇ જવાના કારણે ફસાઇ ગઇ છે.
તેમાં ફસાયેલા ૨૦૦૦થી વધારે લોકોને બહાર કાઢવા માટેની પ્રક્રિયા તરત જ હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ હતી. મુંબઈમાં વરસાદના પરિણામ સ્વરૂપે જનજીવનને અસર થઈ હતી. મુબંઇ, થાણેમાં અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે કેટલીક જગ્યાએ વૃક્ષો ધારાશાયી થયા હતા. હવામાન વિભાગ તરફથી મુંબઈમાં આજે હજુ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતાવણી જારી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં મુંબઈમાં ૧૫૦થી ૧૯૦ મીમીથી વધુ વરસાદ પડી ચુક્યો છે. ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વિમાની સેવાને પણ માઠી અસર થઇ હતી. ભારે વરસાદ વચ્ચે મુંબઈ અને પુણે વચ્ચે દોડતી કેટલીક યાત્રી ટ્રેનોને રદ્દ કરવામાં આવી ચુકી છે. કેટલીક ટ્રેનોને ડાયવર્ડ કરવામાં આવી છે.
મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ રહેતા આજે શનિવારના દિવસે પણ અંધાધુની રહી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ સોમવારના દિવસે પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં જ્યા જળબંકાળની સ્થિતિ સર્જાઈ ગઈ છે તેમાં અંધેરી સબવે વિસ્તારનો સમાવેશ થાય છે. પશ્વિમી દરિયાકાંઠા પર મોનસુન જારદાર રીતે સક્રિય છે. બંગાળના અખાતમાં ઓછા દબાણના લીધે નવી સ્થિતિ સર્જાઈ રહી છે હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે. મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને માઠી અસર થઇ રહી છે.
કેટલાક સ્થળો પર યાત્રીઓ અટવાઇ ગયા હતા. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોડેથી દોડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા Âટ્વટ કરીને કહેવામાં આવ્યુ છે કે મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જાઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જા કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.
જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે. જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જારદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે.મહાલક્ષ્મી ટ્રેનમાં ફસાયેલા યાત્રીઓને બિસ્કિટ અને અન્ય જરૂરી ચીજો પહેલા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
મુંબઇ, ઠછાણે, રાયગઢ અને અન્યત્ર બારે વરસાદ થઇ રહ્યો છે. સાતથી વધારે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.મુંબઇમાં આજે સતત બીજા દિવસે ભારે વરસાદ થઇ રહ્યો છે. શુક્રવારના દિવસે જ મુંબઇ અને થાણે તેમજ પુણે માટે ઓરેજન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. લોકોને હાલમાં સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યુ છે.