વીતેલા ચોવીસ કલાકમાં  ગણદેવી તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવસારી: ભારતીય મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ૨૮ જુન,૨૦૧૮ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને અનુલક્ષીને નવસારી જિલ્લાના તમામ અધિકારીઓને સાવચેત રહેવા અને ડીઝાસ્ટર પ્લાન મુજબ તૈયાર રહેવા આદેશો જારી કરવામાં આવ્યા છે. તેની સાથે નદી કિનારે કાંઠા વિસ્તારોના ગામોમાં તકેદારી રાખવા અને કોઇપણ ઘટના બને તો તુરત કંટ્રોલરૂમને જાણ કરવા નિવાસી અધિક કલેકટર કે.એસ.વસાવા દ્વારા જણાવાયું છે.

આજે દિવસ દરમિયાન ચીખલી તાલુકામાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે વાંસદા તાલુકામાં ચાર ઇંચ અને ખેરગામ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લા કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર ૨૫ જુન,૨૦૧૮ના રોજ સવારે ૬ વાગ્યા સુધી વિતેલા કલાક દરમિયાન ગણદેવી તાલુકામાં ૭૦ મીમી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે અન્ય તાલુકાના વરસાદના આંક આ મુજબ છે.

તાલુકાઅગાઉના દિવસ સુધીનો વરસાદ

(મીમી)

૨૫/૬/૧૮ ના રોજ સવારે ૬ વાગ્યા સુધીનો વરસાદ (મીમી)મોસમનો કુલ વરસાદ

(મીમી)

નવસારી૪૯૨૭૭૬
જલાલપોર૫૩૨૭૮૦
ગણદેવી૦૬૭૦૭૬
ચીખલી૦૭૪૨૪૯
વાંસદા૬૪૨૪૮૮
ખેરગામ૭૬૨૫૧૦૧
  • ૨૫ જુન, ૨૦૧૮ના રોજ સવારે ૬ થી સાંજના ૪ વાગ્યા સુધીનો વરસાદ (મી.મી.)
તાલુકા૬ થી ૮૮ થી ૧૦૧૦ થી ૧૨૧૨ થી ૨૨ થી ૪કુલ
નવસારી૦૫૦૧૦૩૧૬૦૫૩૦
જલાલપોર૧૦૦૩૧૩૦૫૩૧
ગણદેવી૧૨૨૩૧૬૦૬૫૭
ચીખલી૦૮૧૨૦૧૭૦૩૧૪૮
વાંસદા૪૫૧૮૨૮૧૧૦૪૧૦૬
ખેરગામ૮૮૩૨૦૨૧૨૯

 

Share This Article