મુંબઈ : દિલ્હી અને એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં ફરી જોરદાર વરસાદના કારણે કાતિલ ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. લોકોની હાલત કફોડી બની ગઇ છે. ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી વચ્ચે મેદાની ભાગોમાં રહેતા લોકો છેલ્લા કેટલાક વર્ષની સૌથી વધારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હી અને એનસીઆર સહિત વિવિધ ભાગોમાં આજે સવારે જારદાર વરસાદ થતા ચારેબાજુ અંધારપટ્ટની સ્થિતી છવાઇ ગઇ હતી. કેટલાક વિસ્તારોમાં તો વરસાદ વચ્ચે અંધારપટ્ટની સ્થિતી સર્જાઇ ગઇ હતી.
બીજી બાજુ જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સિવિક સંસ્થાઓ અને લોકો માટે રેડ કેટેગરીની નોટીસ જારી કરવામાં આવી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં હિમવર્ષા અસામાન્ય નથી. વારંવાર હિમવર્ષા થતી રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારની સ્થિતી વારંવાર સર્જાઇ જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બર્નસના કારણે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પવનની ગતિ ધીમી થઇ ગઇ છે.
જેના કારણે પ્રદુષણના પ્રમાણમાં ઉલ્લેખનીય વધારે થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઇ છે. જેના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી ફરી એકવાર જાવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી જાવા મળી રહી છે. ધુમ્મસના કારણે દિલ્હી આવતી અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ ધુમ્મસ અને ઠંડીના કારણે લોકોની હાલત આજે ફરી એકવાર કફોડી બની ગઇ છે. ધુમ્મસના કારણે દિલ્હીથી દોડનાર અનેક ટ્રેનો લેટ ચાલી રહી છે. જ્યારે કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને આવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઠંડીથી લોકોને રાહત નહી મળે તેવી શક્યતા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જાવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી.
જો કે ઉચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. કાશ્મીર ડિવીઝનમાં લોકોની હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસ સુધી નીચે પહોંચી ગયો છે. જ્યારે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. હિમાચલપ્રદેશમાં પણ એવી જ સ્થિતી થયેલી છે. હિમવર્ષા અને વરસાદના કારણે પારો માઇનસમાં પહોંચી ગયો છે. કેલોગ, કાલ્પા અને મનાલીમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયુ છે. કેલોગ અને ભારમોરમાં હિમવર્ષા થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. બીજી બાજુ ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમાં સતત હિમવર્ષા થઇ રહી છે. જ્યારે મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે. જમ્મુ કાશ્મીરના ડોડામાંપણ સતત હિમવર્ષા જારી છે. રાજારીના પીર પંજાલ રેંજમાં પણ સતત હિમવર્ષા થઇ રહી છે. અહીં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. જેના કારણે જનજીવન સંપૂર્ણ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં સ્થિત સોલાંગ ખીણમાં હિમવર્ષા થઇ છે. શિમલા વિસ્તારમાં હિમવર્ષા થઇ રહી છે.