નવી દિલ્હીઃ દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ હજુ પણ જારી રહ્યો છે. જો કે પહેલાની સરખામણીમાં વરસાદ હવે ઓછો છે, છતાં જનજીવન ખોરવાયેલુ છે. જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતી જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે મુલચંદ ફ્લાયઓવરથી એમ્સ તરફ જતા રસ્તા પર જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. સાઉથ એક્સટેન્શનની પાસે ક્લસ્ટર બસ ખરાબ થવાના કારણે ટ્રાફિકને અસર થઇ રહી છે.
દિલ્હી-એનસીઆર વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં ખુબ વધારે પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદના લીધે લોકો આજે સવારથી લઇને મુશ્કેલીમાં દેખાયા હતા. જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવા, ઇમારતોના હિસ્સે ધરાશાયી થવા અને માર્ગોમાં ગાબડા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ગઇકાલે ગુરૂવારના દિવસે ઈન્દિરાપુરમમાં તંત્રની લાપરવાહીના કારણે એકનું મોત થયું હતુ. કરંટ લાગવાથી ૩૪ વર્ષના આ યુવકનું મોત થયું હતુ. ઈન્દિરાપુરમના શિકરા સનસિટી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.
નોઇડા, ગાઝિયાબાદ અને ઉત્તરપ્રદેશ તથા દિલ્હીમાં સરહદી વિસ્તારમાં રહેતા લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે. રસ્તાઓ તળાવોમાં ફેરવાઈ ગયા છે. ટ્રાફિક પોલીસની ગતિવિધિ પણ કામ લાગી ન હતી. ઘુંટણ સુધી અને કેટલીક જગ્યાએ તેના કરતા પણ વધુ પાણી ભરાયા હતા. કાલકાજી એક્સેન્ટશન નોઇડા જવાના રસ્તા પર સામાન્યરીતે ૨૫ મિનિટ લાગે છે, પરંતુ આજે બે કલાકથી વધુ સમય સુધી લોકો અટવાયા હતા. ભારે વરસાદના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ ગઇ હતી. જામના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડતા લોકો પરેશાન દેખાયા હતા.
દિલ્હી અને એનસીઆરમાં હાલના દિવસોમાં સારો વરસાદ થઇ રહ્યો છે. વરસાદના પરિણામસ્વરુપે ગાઝિયાબાદમાં સૌથી વધારે અસર જોવા મળી હતી. જ્યાં બે લોકોના મોત થઇ ચુક્યા છે. હથની કુંડમાંથી ૧.૪૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી દિલ્હીના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થવાની સંભાવના છે. હરિયાણાએ હથનીકુંડ બેરેજમાંથી ૧.૪૧ લાખ ક્યુસેક પાણી છોડી દીધું છે જેના પરિણામ સ્વરુપે યમુના નદીમાં પાણીની સપાટી ૨૦૩.૮૩ મીટર સુધી પહોંચી છે જે ભયજનક સ્તર સુધી છે. સપાટી હજુ પણ વધી શકે છે. પાણીને દિલ્હી સુધી પહોંચવામાં ૪૮ કલાકનો સમય લાગે છે. દિલ્હી-એનસીઆરમાં સતત વરસાદ થઇ રહ્યો છે. માર્ગો ઉપર ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.