ગુજરાતમાંથી હજુ નથી ગયો વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ, અહીં ભુક્કા બોલાવશે વરસાદ

Rudra
By Rudra 1 Min Read

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 26મી અને 27મી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 43.52 ઇંચ સાથે સરેરાશ 125.21 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવે આગામી અઠવાડિયાના અંતે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે.

આગામી 26મી અને 27 સપ્ટેમ્બરના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરાઈ છે. અમદાવાદની વાત કરવામાં આવે તો હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 26 સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શુક્રવારે (20મી સપ્ટેમ્બર) અમદાવાદમાં  35.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થયો હતો. ગત રાત્રિએ સરેરાશ લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી નોંધાયું હતું.

Share This Article