ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. પાણી આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમમાં ૪ લાખ ૬૦ હજાર ક્યુસેક પાણીની આવક છે. ઉકાઈ ડેમના ૨૨ દરવાજા પૈકી ૧૫ ગેટ ખોલી ૨ લાખ ૨૮ હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાં ૮ ગેટ ૮ ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ૭ ગેટ ૯ ફૂટ ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હાલ ડેમની સપાટી ૩૪૧.૪૦ ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક જળસપાટી ૩૪૫ ફૂટ છે. ઉકાઈ ડેમનું પાણી તાપી નદીમાં છોડતા વહીવટી તંત્ર સજ્જ થયુ છે. તો ધોધમાર વરસાદ પડતા સરદાર સરોવર ડેમની સપાટી વધી છે. નર્મદા ડેમ આ વર્ષ પ્રથમાવાર જ સંપૂર્ણ ભરાયો છે. ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૮ પર પહોંચી છે. ડેમમાં ૧૮ લાખ ૬૨ હજાર ૮૫૧ ક્યૂસેક પાણીની આવક થઈ છે. સંપૂર્ણ ડેમ ભરાયો હોવાથી હાલ ૨૩ દરવાજા ૯.૭૦ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તો રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ ૧૮ લાખ ક્યૂસક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. ડેમના ૨૩ દરવાજા ખોલ્યા હોવાથી નર્મદા ડેમથી ૧૦ કિમી દૂર ગરુડેશ્વર મુખ્ય હાઈવે પર પાણી ભરાયા છે.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more