અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે પણ તીવ્ર ઠંડીનું મોજુ રહ્યું હતું. રવિવાર હોવાથી લોકો ઠંડીના કારણે ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ અને તીવ્ર પવનો ફુંકાવવાના લીધે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગઇકાલે શનિવારના દિવસે ૧૧.૨ ડિગ્રીની સરખામણીમાં આંશિકરીતે વધીને ૧૨.૧ ડિગ્રી થયું હતું.
રાજ્યમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ આજે ડિસામાં થયો હતો જ્યાં લઘુત્તમ તાપમાન ગગડીને ૭.૬ ડિગ્રી થયું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વ†ોના બજારમાં જારદાર તેજી જામી છે. રિવરફ્રન્ટ ખાતે ગરમ વ† બજારમાં આજે રવિવારના દિવસે ભારે ભીડ જાવા મળ હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાં નજીવા ફેરફારની Âસ્થતિ રહેશે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વ†ોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. છેલ્લા બે દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. વરસાદ પણ પડ્યો છે. હાલમાં કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે માવઠાની અસર પણ જવાબદાર છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.