અમદાવાદ : અમદાવાદમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૭ સુધી પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. રસ્તાઓ ઉપર સુમસામ દેખાયા હતા. બપોરના ગાળામાં રસ્તાઓ પણ તાપના કારણે ગરમ થયા હતા અને તીવ્ર લૂની Âસ્થતિ જાવા મળી હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે રાજ્યમાં સૌથી વધુ નોંધાયું હતું. રાજ્યના વિવિધ ભાગોમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો.
આજે જ્યાં પારો ૪૩થી ઉપર પહોંચ્યો હતો તેમાં ડિસામાં ૪૩.૨, અમરેલીમાં ૪૩.૨, સુરેન્દ્રનગરમાં ૪૩.૪ સુધી પારો રહ્યો હતો. ઘણા ભાગોમાં પારો ૪૨થી ઉપર રહ્યો હતો. હિટવેવની ચેતવણી પણ અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદ પણ હિટવેવના વિસ્તારમાં સામેલ છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે.
સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે. ખાસ કરીને પેટમાં દુખાવાની ફરિયાદ વધારે થઇ છે. લોકો ગરમીથી ભારે પરેશાન થયેલા છે. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૨ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. ફરીએકવાર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હિટવેવનું મોજુ ફરી વળે તેવી સંભાવના છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે.
હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. કેટલીક જગ્યાએ ૪૩થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે.