પટણા : બિહારમાં હાલમાં ભીષણ ગરમી પડી રહી છે. ભીષણ ગરમીના કારણે હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. ગરમી અને લુ લાગવાના કારણે ૧૧૨ લોકોના મોત થયા છે.હજુ પણ સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી વધારે મોત ઔરંગાબાદ, નવાદા, પટણા, પૂર્વીય બિહાર, રોહતાસ, જેહાનાબાદ અને ભોજપુરમાં થયા છે. લુ લાગવાના કારણે છેલ્લા બે દિવસમાં ૧૭૩ લોકોના મોત થઇ ગયા છે. ગયા, નવાદા, ઔરંગાબાદમાં હાલમાં જુદી જુદી હોસ્પિટલમાં ૩૦૦ બાળકો સારવાર હેઠળ છે. નવા દર્દીઓ સપાટી પર આવ્યા બાદ દર્દીઓના બિમાર થવાનો સિલસિલો જારી રહ્યો છે.
એકલા ગયા જિલ્લામાં ગઇકાલે રવિવારના દિવસે ૨૮ લોકોના મોત થયા હતા. એમ કહેવામાં આવે છે કે લુ લાગવાના કારણે મૃત્યુ પામનારમાં મોટા ભાગના લોકો ૬૦ વર્ષથી ઉપરની વયના લોકો છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ સરકાર હચમચી ઉઠી છે. બિહાર સરકારે તમામ પ્રભાવિત જિલ્લામાં દર્દીઓની સારવાર માટે વધારાની સંખ્યામાં તબીબો ગોઠવી દીધા છે. જો કે હાલત હજુ ખરાબ થયેલી છે.સ્થિતીમાં તરત સુધારાની શક્યતા દેખાતી નથી.