અમદાવાદ શહેર : એકાએક ગરમી વચ્ચે તાપમાન ૧૫.૨

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીની શરૂઆત થઇ હોવાના સંકેત મળવા લાગ્યા છે. આજે અમદાવાદમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. પારો ૧૫.૩ સુધી પહોંચી ગયો હતો. બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થઇ શકે છે તેમ માનવામાં આવે છે પરંતુ બુધવારના દિવસે જોરદાર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં ૧૪.૬, ડિસામાં ૧૬.૧ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદમાં આવતીકાલે ગરમી વધુ નોંધાઈ શકે છે. પારો ૧૬ સુધી પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો નોંધાઈ ગયો છે.

આજે મોટાભાગના લોકો બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થયો હોવાની ચર્ચા કરતા નજરે પડ્યા હતા. ગરમીની સિઝન જેવો અનુભવ લોકોએ કર્યો હતો. લઘુત્તમ તાપમાનમાં હજુ વધારો થવાના સંકેત દેખાતા આગામી દિવસોમાં લોકો વધુ ગરમીનો અનુભવ કરશે. હાલમાં જ દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં વરસાદી માહોલ જાવા મળ્યો છે. દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હાલ વરસાદ પડી ચુક્યો છે. બીજી બાજુ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હાલ હિમવર્ષા પણ થઇ હતી.

પહાડી રાજ્યોમાં બરફની ચાદર હજુ પણ જાવા મળે છે.આની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો અનુભવ લોકો કરી ચુક્યા છે પરંતુ આજે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ વધુ વધારો નહીં થાય પરંતુ ત્યારબાદ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, શિવરાત્રિની આસપાસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

Share This Article