હાર્ટના દર્દીમાં મેકેનિકલ વોલ્વની તુલનામાં ટિસ્યુ વોલ્વ વધારે અસરકારક અને લાભદાયક રહ્યા છે. પ્રથમ વખત દેશમાં ટિસ્યુ વોલ્વના રિજલ્ટ પર ૧૦ જુદી જુદી હોસ્પિટલમાં ૧૦૦ દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત સપાટી પર આવી છે. અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે કાર્ડિએક સર્જન પરિણામ બાદ કેટલાક તારણ પર પહોંચ્યા છે. ડોક્ટરોનુ કહેવુ છે કે મેકેનિકલ વોલ્વમાં દર્દીને જિન્દગીભર દવા ખાવી પડે છે. પરંતુ ટિસ્યુ વોલ્વમાં છ મહિના બાદ કોઇ પણ પ્રકારની દવા ખાવાની જરૂર પડતી નથી. અભ્યાસથી આ બાબત સાબિત થઇ ગઇ છે કે ટિસ્યુ વોલ્વ ભારતીય દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પશ્ચિમી દર્દીઓને જેટલો ફાયદો થાય છે તેટલો જ ફાયદો આમાં પણ થઇ રહ્યો છે. અભ્યાસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલીક વખત બાળપણમાં રીમ્યુટિક ફીવર થઇ જાય છે. આના કારણે જાઇન્ટ અને હાર્ટ વોલ્વ પણ માઠી અસર થાય છે.
કેટલીક વખત સમય પર સારવાર ન થવાની સ્થિતીમાં વોલ્વ સંકુચિત થઇ જાય છે. અથવા તો લીક થઇ જાય છે. આવી સ્થિતીમાં પહોંચી ગયા બાદ વોલ્વને બદલી નાંખવાની ફરજ પડે છે. એક મેકેનિકલ જે મેટલ હોય છે અન્ય ટિસ્યુ છે. તે પ્રાણીના ટિસ્યુમાંથી બને છે. તબીબોનુ કહેવુ છે કે મેકેનિકલ વોલ્વની લાફ વધારે હોય છે. પરંતુ તેની સાથે સૌથી વધારે મોટી સમસ્યા એ હોય છે કે તેના માટે દર્દીને હમેંશા લોહી પાતલુ કરવા માટે દવા લેવી પડે છે. સાથે સાથે દરેક મહિનામાં ટેસ્ટ કરવાની ફરજ પડે છે. જેથી દર્દીને ખુબ પરેશાની થાય છે. ખાસ કરીને જે દર્દી ગ્રામીણ વિસ્તારમાં અથવા તો દુરગામી વિસ્તારમાં રહે છે તેમને મુશ્કેલી થાય છે. જા આવા દર્દી દવા પર નિર્ભર છે તો સમગ્ર લાફ દરમિયાન દવા લઇ શકતા નથી. દર મહિને જરૂરી ટેસ્ટ પણ કરાવી શકતા નથી.
તેમની સમસ્યા વધતી જાય છે. ગામ અથવા તો શહેરોમાં બ્લડ ટેસ્ટ રિપોર્ટ ખોટા આપી દેવામાં આવે છે ત્યારે પરેશાની વધી જાય છે. તબીબોએકહ્યુ છે કે ત્યાંના રિપોર્ટને સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર ગણી શકાય નહીં. તબીબો કહે છે કે બીજી પ્રક્રિયા ટિસ્યુ વોલ્વની છે. તે ખુબ સુરક્ષિત છે. સર્જરીના છ મહિના બાદ સુધી દવા લેવાની જરૂર હોય છે. ત્યારબાદ દર્દીને કોઇ પણ પ્રકારની દવાની જરૂર હોતી નથી. સાથે સાથે કોઇ પણ પ્રકારની દર મહિને પોતાના બ્લડની તપાસની જરૂર પણ હોતી નથી. બ્લડ પાતલુ છે કે પછી જાડુ છે તે બાબત જાણવાની પણ જરૂર નથી. જા કે અમારી સામે કેટલાક પડકારો એ હોય છે કે શુ ટિસ્યુ વોલ્વ ભારતીય દર્દી માટે યોગ્ય છે. વિદેશમાં દર્દી પર આને લઇને અભ્યાસની કામગીરી સફળ સાબિત થઇ રહી છે. જેથી ભારતમાં ૧૦ સેન્ટરોમાં અભ્યાસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અભ્યાસમાં દાવો કરવામા આવ્યો છે કે અમારા દર્દીઓ પર તેની સારી અસર થઇ રહી છે.
જ્યાં સુધી ટિસ્યુ વાલ્વની લાઇફની વાત છે તો ડોક્ટરો કહે છે કે યંગ દર્દીઓમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તે સરળતાથી ૧૫થી ૨૦ વર્ષ સુધી તેને યોગ્ય રહેશે. જા જરૂર પડે તો ૧૫થી ૨૦ વર્ષ પછી અન્ય ટિસ્યુ વોલ્વ લગાવી શકાય છે. એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બિયર હાર્ટને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અભ્યાસના આ તારણો બીયર પીનાર લોકો માટે સારા સમાચાર તરીકે છે. જા નવેસરના અભ્યાસની વાત માનવામાં આવે તો ઓછા પ્રમાણમાં અથવા તો મર્યાિદત પ્રમાણમાં બિયરનો ઉપયોગ આદર્શ તરીકે છે. આનાથી હાર્ટ સાથે સંબંધિત તકલીફનો ખતરો ઘટી જાય છે. બિયર પીવાની ટેવ ધરાવતાં ૨૦૦૦૦૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા વિશ્વવ્યાપી જુદા જુદા અભ્યાસના તારણોને ધ્યાનમાં લઈને એક પ્રકારના તારણો પ્રકાશિત કરાયા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બિયરનો ઉપયોગ ૩૧ ટકા સુધી હાર્ટની તકલીફના જાખમને ઘટાડે છે. યુરોપીયન જનરલ ઓફ ઇપીડેમિલોજી દ્વારા સર્વેના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે.