આધુનિક સમયમાં વોચ એપ્સથી હાર્ટના મામલાને ઉકેલી શકાય છે. જો તમે હાર્ટ સાથે સંબંધિત ગતિવિધીને ટ્રેક કરવા ઇચ્છો છો તો આના માટે વોચ એપ્સ ઉપલબ્ધ છે. જુદા જુદા પ્રકારના વોચ એપ્સ બજારમાં મળે છે. હાર્ટ રેટના કારણે આપના આરોગ્યની સ્થિતી અંગે માહિતી મળી શકે છે. પરંતુ આપ આપના હાર્ટ રેટને કઇ રીતે ટ્રેક કરો છો તે બાબત સૌથી ઉપયોગી છે.
જો આપની પાસે નવા એપ્પલ વોચ સિરિઝ ચાર છે તો તે લો અને હાઇ હાર્ટ રેટ્સના સંબંધમાં એલર્ટ કરે છે. હાલમાં ઇસીજી એપ પણ બજારમાં આવનાર છે. અલબત્ત તમારી પાસે જુની એપલ વોચ છે અથવા તો હાર્ટ સાથે સંબંધિત વધારાની માહિતી ઇચ્છો છો તો આપ થર્ડ પાર્ટી એપ્સની મદદથી સ્કીલ મેળવી શકાય છે. એપ્પલ વોચમાં એપ્સ ઇન્સ્ટોલ કરવાની જરૂર હોય છે.
એપ ઇન્સ્ટોલ કરવા માટે આઇફોનમાં વોચ એપ ઓપન કરવાની જરૂર હોય છે. એપ્સ બ્રાઉજ કરવા માટે એપ સ્ટોરના આઇઉકન પર ટેપ કરવાની જરૂર હોય છે. આની સાથે જ તે એપ્પલ આઇફોન અને વોચ બંને પર આવી જશે. ટોકિંગ હાર્ટ રેટ પણ હોય છે. જો તમે પોતાની વોચને સતત જોવા માટે ઇચ્છુક નથી તો તમે હાર્ટ રેટ પણ સાંભળી શકાય છે. ટોકિંગ હાર્ટ રેટ પોતાના નામ મુજબ કામ કરે છે. તે આપના હાર્ટ રેટને ટ્રેક કરે છે. કેટલાક અંતર બાદ રેટને બોલે છે. આપ એપને ઓપન કરો અને હાર્ટ રેટને રેકોર્ડ કરવા માટે કામ કરી શકાય છે. કાર્ડિયોગ્રામની પણ વાત થાય છે.
આપની વોચના બિલ્ટ ઇન હાર્ટ રેટ એપ આરામ, કસરત અને અન્ય ગતિવિધી દરમિયાન હાર્ટ રેટ માપી શકે છે. એપ્પલ વોચ માટે ફ્રી કાર્ડિયોગ્રામ એપ હાર્ટ રેટ પણ રેકોર્ડ કરી શકાય છે. હાર્ટ રેટને રેકોર્ડ અને ટ્રેક કરવા ઇચ્છો છો તો હાર્ટવોચ લઇ શકાય છે.