હાર્ટ સાથે સંબંધિત તકલીફ આધુનિક ભાગદોડની લાઇફમાં મોટા ભાગના લોકોને જાવા મળી રહી છે. નિષ્ણાંત તબીબો હાર્ટને લગતી જુદી જુદી બિમારીના તોડ શોધવામાં પણ લાગેલા છે પરંતુ આ બિમાર હજુ પણ ઘાતક છે અને જીવલેણ બની રહી છે. હવે જાણકાર લોકોનુ કહેવુ છે કે ગંભીર હાર્ટના દર્દીઓ માટે રોટા ડીએબલેશન ટેકનિક અસરકારક સાબિત થઇ રહી છે. એન્જિયોપ્લાસ્ટીમાં અડચણ આવવાની સ્થિતીમાં દર્દીઓમાં આ ટેકનિક કામમાં લેવામાં આવે છે. તબીબોનુ કહેવુ છે કે મોટા ભાગના મામલામાં જે દર્દીની નસોમાં કેલ્શિયમ જમા છે તેમાં એ વખત સુધી એન્જિયોપ્લાસ્ટીનો ઉપયોગ કરવાના બદલે બાયપાસ સર્જરી કરવામાં આવે છે પરંતુ લોકોમાં જાગૃતિ આવ્યા બાદ હવે રોટા ડીએબલેશન ટેકનિક આવવાથી તેનો મોટા ભાગના દર્દીઓ ઉપયોગ કરવા લાગી ગયા છે. આ ટેકનિક બાદ બાઇપાસ સર્જરીથી પણ બચી શકાય છે.
નિષ્ણાંત તબીબો માહિત આપતા કહે છે કે જે દર્દીને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની જરૂર છે પરંતુ નસમાં કેલ્શિયમનુ પ્રમાણ વધારે હોવા અને લાંબા કઠોર બ્લોકેજ હોવાના કારણે એન્જિયોપ્લાસ્ટી થઇ શકતી નથી તે દર્દીઓમાં આ ટેકનિક અસરકારક સાબિત થઇ રહી છે. આ ટેકનિકની ખાસ બાબત એ છે કે તે નસમાંથી કેલ્શિયમને બહાર કરીને એન્જિયોપ્લાસ્ટી કરવાનો રસ્તો ખોલી નાંખે છે. હકીકતમાં જાવામાં આવે છે કે હાર્ટના કેટલાક દર્દીઓમાં એન્જિયોગ્રાફીની તપાસ કરવામાં આવ્યા બાદ એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડે છે. પરંતુ તબીબો સામે એ વખતે જટિલ સ્થિતી ઉભી થઇ જાય છે જ્યારે તેઓ દર્દી પર એન્જિયોપ્લાસ્ટી કરી શકતા નથી. આનુ મુખ્ય કારણ એ છે કે દર્દીની નસોમાં કેલ્શિયમ જમા થવાના કારણે હાર્ટ સુધી સ્ટેન્ટને લઇ જવાની બાબત મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતીમાં દર્દીઓ માટે રોટા ડીએબલેશન ટેકનિક ખુબ જ અસરકારક સાબિત થાય છે. વર્તમાન સમયમાં બગડી રહેલી ખાવા પીવાની ટેવ અને અન્ય કારણોસર અનેક પ્રકારની તકલીફ ઉી થઇ રહી છે. આધુનિક સમયમાં ખાવા પીવાની અયોગ્ય ટેવના કારણે એન્જિયોપ્લાસ્ટી કરાવવા ઇચ્છુક લોકોમાં આ પ્રકારની ટેકનિકની જરૂર પડવા લાગી ગઇ છે. આ ટેકનિકના સંબંધમાં વાત કરતા તબીબો કહે છે કે આ ટેકનિકનમો પ્રયોગ પણ એન્જિયોપ્લાસ્ટીની જેમ જ કરવામાં આવે છે.
અંતર માત્ર એ છે કે એન્જિયોપ્લાસ્ટીમાં નસની અંદર જનાર વાયરમાં બેલુન અને સ્ટેન્ટ હોય છે. જ્યારે આ ટેકનિકમાં ડાયમંડના છરા હોય છે. જે ખુબ ઝડપથી ફરે છે. તબીબો આ છરાવાળી ડ્રીલ મારફતે નસમાં જમા થઇ ગયેલા કેલ્શિયમને કાપી નાંખે છે. જેથી નસમાં રહેલા તમામ બ્લોક ખુલી જાય છે. આ પ્રક્રિયાને અપનાવવામાં આવ્યા બાદ દર્દી પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી શકે છે. દેશના કેટલીક હોસ્પિટલમાં આ ટેકનિકનો હવે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં પણ કેટલીક હોસ્પિટલમાં આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જયપુરમાં હાર્ટ રોગ સાથે સંબંધિત નિષ્ણાંત તબીબો કહે છે કે એવા લોકો જે સિગારેટનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે તે પ્રકારના લોકોમાં આ ખતરો વધારે રહે છે. કેટલાક દર્દીમાં બિમારી વંશાનુગત હોય છે. કેટલીક વખત મોટી વયમા પણ આ બિમારી જાવા મળે છે. રોટા ડીએબલેશન ટેકનિકનો ઉપયોગ અસરકારક સાબિત થઇ રહ્યો હોવાનો દાવો નિષ્ણાંત તબીબો હવે કરી રહ્યા છે.ઈંડા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે તેવું તારણ અભ્યાસમાં વારંવાર આપવામાં આવ્યું છે. હવે ફરીએકવાર આવું તારણ અમેરિકાનાં નિષ્ણાંતે આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હાર્ટ માટે ઈંડા આદર્શ છે. અમેરિકાનાં ઈંડા સાથે સંબંધિત નિષ્ણાંત ડા. ડોન મેકનામારાએ ભારપૂર્વક કહ્યું છે કે, ઈંડાને લઈને લોકોમાં ઘણી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે.
ઈંડા ખતરનાક છે તેવું તારણ ઘણાં અભ્યાસમાં આપવામાં આવી ચૂક્યું છે પરંતુ હવે ઈંડા હાર્ટ માટે આદર્શ હોવાની વાત કરવામાં આવી છે. હાર્ટ ફાઉન્ડેશને પણ પોતાની પ્રતિક્રિયા અગાઉ આપી હતી. એક સપ્તાહમાં છ ઈંડા અગાઉ ખાવા જાઈએ તેવી સલાહ આપવામાં આવી હતી. વરિષ્ઠ લોકો ઈંડા ખાતા ભય અનુભવે છે કારણ કે ૪૦થી વધુની વયમાં ડાયટ અને કોલેસ્ટ્રોલને લઈને મોટી વયનાં લોકો ચિંતિત રહે છે પરંતુ અમેરિકાનાં આ નિષ્ણાંતે કહ્યું છે કે, નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તમારી ખાવાની ચીજ-વસ્તુઓમાંક કોલેસ્ટ્રોલ હાર્ટની તકલીફ માટે જાખમમાં ઉમેરો કરતાં નથી. ઈંડામાં ઘણાં મહત્વપૂર્ણ ઘટક તત્વો રહેલાં છે. ઈંડામાં લુટીન નામનું તત્વ રહે છે જે શરીરમાં ઘણી ખામીઓને દૂર કરે છે. અમેરિકાનાં આ નિષ્ણાંતે કહ્યું છે કે, બ્રેકફાસ્ટમાં ઈંડાનો ઉપયોગ કરનાર લોકો વધુ સ્વસ્થ અને વધુ લાંબુ આયુષ્ય ધરાવે છે, આવા લોકોમાં બપોરનાં ભોજનમાં જમવાનો ખતરો પણ રહેતો નથી. તેમનું કહેવું છે કે, ઈંડામાં સર્વોચ્ય ક્વાલિટીનાં પ્રોટીનનાં તત્વો રહે છે તેમાં દરેક પ્રકારનાં વિટામિન અને ખનીજ તત્વો રહેલાં છે. ઈંડા ખાનાર લોકોને માત્ર વિટામિન-સીની જરૂર રહે છે.