તબીબોનું કહેવું છે કે તીવ્ર ઠંડી દરમિયાન હાર્ટ એટેક થવાનો ખતરો પણ વધી જાય છે. તીવ્ર ઠંડીના કારણે હાર્ટ એટેકમાં આ શિયાળા દરમિયાન ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે. ઉનાળાના મહિનાઓમાં દર મહિને આશરે ૧૨થી ૧૫ કેસ એક્યુટ એમઆઈના જોવા મળે છે જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન વધીને ૨૨થી ૨૫ થઈ જાય છે. ઓછા તાપમાનના કારણે હાર્ટ ઉપર વધારે લોડ પડે છે. શરીરને ગરમ રાખવા માટે હાર્ટ પર દબાણ વધવાથી તકલીફ ઉભી થાય છે. શિયાળાની સિઝન દરમિયાન શરીરમાં ચોક્કસ પ્રકારના હાર્મોનલ અને કેમીકલ ફેરફારો થાય છે જેથી હાર્ટની ધમનીઓમાં પણ પ્રક્રિયામાં ફેરફાર થાય છે. હાર્ટ એટેક થવાનો ખતરો પણ ઠંડીમાં વધારે રહે છે. શ્વાસ લેવા સાથે સંબંધિત ઇન્ફેક્શનમાં વધારો થતાં હાર્ટ ઉપર ખતરો વધે છે.
આ શિયાળામાં સતત ઠંડી નોંધાયા બાદથી હાર્ટ એટેકના કેસો વધ્યા છે. શિયાળા દરમિયાન ઓછું તાપમાન હાર્ટ ઉપર માઠી અસર કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના કાર્ડિયોલોજીસ્ટ ઓછું તાપમાન થવાની સ્થિતિમાં લોકોને સાવધાન રહેવાની સલાહ આપે છે. નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે લોહીના પુરવઠામાં બ્લોકેસ થવાના કારણે હાર્ટ એટેક અથવા તો ઇન્ફરસન (એમઆઈ)થી ગ્રસ્ત લોકોની સંખ્યા વધે છે.