મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. અનુજ પટેલ હવે કોમામાંથી બહાર આવ્યા છે અને તેમનો વેન્ટિલેટરનો સપોર્ટ પણ હટાવવામાં આવ્યો છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના લેટેસ્ટ હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ૩૭ વર્ષીય પુત્ર અનુજ પટેલની તબિયત હવે સુધારા પર છે. મુંબઈ સ્થિત હિન્દુજા હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરાયું છે. અનુજ પટેલની તબિયતમાં ધીમો પણ મક્કમ રીતે સુધારો થઇ રહ્યો હોવાનું હોસ્પિટલના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
હોસ્પિટલે કહ્યુ કે, તેમની સંપૂર્ણ રિકવરી આવવામાં સમય લાગશે. હાલ અનુજ પટેલ icu માં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, ગત ૩૦ એપ્રિલે અનુજ પટેલને બ્રેઈન હેમરેજ થયુ હોવાનું સામે આવ્યુ હતું. જેના બાદ ૧ મે ના રોજ અમદાવાથી એરલિફ્ટ કરી વધુ સારવાર માટે મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. હાલ તબીબોની સલાહ મુજબ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જેમાં આજે મંગળવારે તેમને ફિઝિયોથેરાપીની સારવાર માટે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની એચએલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં તેમને પંદરેક દિવસ ફિઝિયોથેરાપીની સારવાર આપવામા આવશે. તે બાદ તેમને અમદાવાદ લાવવામાં આવશે, અને બાકીની ટ્રીટમેન્ટ અમદાવાદમાં કરાશે.