અમદાવાદ: અમદાવાદમાં શ્રેષ્ઠ નિદાન કેન્દ્ર અને સૌથી વધુ વિશ્વાસનીય ક્લિનિકલ જિનેટિક સેન્ટર, જીનએક્સપ્લોર ડાયગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્ચ સેન્ટરે તેની અત્યાધુનિક અદ્યતન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું, જે જિનેટિક ડાયગ્નોસ્ટિક્સ (આનુવંશિક નિદાન)ના ક્ષેત્રમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. જીનએક્સપ્લોર ડાયગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્ચ સેન્ટર અમૂલ્ય જિનેટિક (આનુવંશિક) સેવાઓ પ્રદાન કરવાના એક દાયકાની ઉજવણી કરી રહ્યું છે. શ્યામલ ક્રોસ રોડ પાસે આવેલી આ નવી લેબોરેટરી શહેરમાં જિનેટિક ટેસ્ટિંગ અને રિસર્ચમાં ક્રાંતિ લાવવા તૈયાર છે.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અને ધારાસભ્યો ડો. હસમુખ પટેલ, અમિત શાહ, બાબુસિંહ યાદવ, અને દિનેશ કુશવાહ સહિત અન્ય વિશિષ્ટ મહેમાનોએ પણ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “દર વર્ષે ભારતમાં જીસિક્સપીડીની ઉણપ, ડાઉન સિન્ડ્રોમ, બીટા થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા અને એમિનો એસિડ ડિસઓર્ડર જેવા વિવિધ જન્મજાત ખોડખાંપણ અને આનુવંશિક વિકૃતિઓ સાથે હજારો બાળકો જન્મે છે. ગુજરાત સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જિનેટિક ડિસઓર્ડરની તપાસ અને વહેલી તકે નિદાન માટે ઓપીડી શરૂ કરી છે. આ નવી પ્રયોગશાળામાં રહેલી સુવિધાઓ એ અમારા વહેલા નિદાન, વધુ સારી સારવાર અને દર્દીઓ માટે સુધારેલા પરિણામો માટેના અમારા પ્રયત્નોને પૂરક થશે.”
આ સેન્ટરના ડિરેક્ટર ડો.અલ્પેશ પટેલ અને ડો. શિવ શંકરન ચેટ્ટીયાર જે ઇન્ડિયન રેડક્રોસ અને બી.જે.મેડિકલ કોલેજમાં પણ જિનેટિક કાઉન્સેલિંગ આપીને લોકોને સેવા આપે છે. માનનીય આરોગ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ મંગળવાર અને શુક્રવારે બી.જે. મેડિકલ કેમ્પસમાં સામાન્ય લોકો અને આર્થિક રીતે પોસાય નહિ તેવા દર્દીઓ માટે એક ઓપીડીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જીનએક્સપ્લોર ડાયગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડો.અલ્પેશ પટેલ અને ડો. શિવ શંકરન ચેટ્ટીયારે જણાવ્યું હતું કે, “અમારી અદ્યતન લેબોરેટરીનું ઉદ્ઘાટનએ જિનેટિક ડાયગ્નોસ્ટિક્સ (આનુવંશિક નિદાન)ના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને તે આનુવંશિક પરિસ્થિતિઓની વિશાળ શ્રેણીનું નિદાન કરવાની આપણી ક્ષમતામાં વધારો કરશે. અત્યાધુનિક જિનેટિક ડાયગ્નોસ્ટિક્સ (આનુવંશિક નિદાન) હેલ્થકેરને આગળ વધારવામાં અને આનુવંશિક વિકૃતિઓથી અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનમાં સુધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. વંધ્યત્વ, કેન્સર અને જીવનશૈલીની વિકૃતિઓ ભયજનક રીતે વધી રહી છે, જેનું વહેલું અને ચોક્કસ નિદાન થવું જરૂરી છે. મોલેક્યુલર ડાયગ્નોસિસ એ માત્ર ક્લિનિશિયનને સારવારની આવશ્યકતા હોય તેવા દર્દીઓને મદદ કરવા માટેની યોગ્ય પદ્ધતિ છે. કોવિડ-૧૯ રોગચાળા પછી વૈશ્વિક રીતે જનનીક અને આનુવંશિક પરીક્ષણ સ્વીકૃત અને બદલી ન શકાય તેવું બની ગયું છે.”
નવી પ્રયોગશાળા સુવિધાઓ અને ક્લિનિકલ સેવાઓની વિસ્તૃત શ્રેણી ધરાવે છે. લેબોરેટરીની કેટલીક સુવિધાઓમાં કેર્યોટાઇપિંગ, ફ્લોરોસન્સ ઇન સીટુ હાઇબ્રિડાઇઝેશન (ફિશ), ડીએનએ/આરએનએ નિષ્કર્ષણ અને સંગ્રહ, પોલિમરેઝ ચેઇન રિએક્શન (પીસીઆર), રિયલ-ટાઇમ પોલિમરેઝ ચેઇન રિએક્શન (આરટી-પીસીઆર), સેંગર સિક્વન્સિંગ, માઇક્રોએરે અને નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ (એનજીએસ)નો સમાવેશ થાય છે. આ અત્યાધુનિક ટેકનોલોજીથી આ કેન્દ્ર વંધ્યત્વ, કેન્સર, ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના દર્દીઓને સુસ્પષ્ટ નિદાન આપવા માટે કટિબદ્ધ છે.
લેબોરેટરી ખાતેની ક્લિનિકલ સેવાઓમાં સાયટોજેનિક સેવાઓ જેવી કે કેર્યોટાઇપિંગ એનાલિસિસ, ફિશ એનાલિસિસ અને ફ્રોમોસોમલ માઇક્રોઅરે, સિંગલ જિન ડિસઓર્ડર અને ચેપી રોગો સાથે સંબંધિત મોલેક્યુલર ડાયગ્નોસિસ સર્વિસીસ અને માઇક્રોએરે એનાલિસિસ અને નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ જેવી અદ્યતન જિનોમિક સેવા…