અમદાવાદ – રાજ્યના પ્રથમ એક્સક્લુઝિવ ફૂટ એન્ડ એન્કલ સેન્ટર ઓલ્વિન હોસ્પિટલ – ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી એન્ડ ઈમેજિંગ સેન્ટરનું રવિવારે ઉદ્ઘાટન થયું હતું. જાણીતી હસ્તીઓ અને હેલ્થકેર પ્રોફેશનલ્સની હાજરીમાં ગુજરાતના આરોગ્યપ્રધાન શ્રી ઋષિકેશ પટેલે આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ ગુજરાતમાં ઓર્થોપેડિક કેર અને ઈમેજિંગ એક્સીલન્સમાં નવા યુગનો પ્રારંભ થયો છે.
ઓલ્વિન હોસ્પિટલ ગુજરાતમાં સૌપ્રથમ એક્સક્લુઝિવ ફૂટ એન્ડ એન્કલ કેર સેન્ટર છે જે ફૂટ અને એન્કલ ટ્રોમા તથા વિવિધ ફૂટ પેથોલોજી સહિત સૌથી શ્રેષ્ઠ અને તમામ પ્રકારની સર્વિસીઝ પૂરી પાડે છે. પુનિયાદ ધામના પ્રેમ જીવન સ્વામી મહારાજે તેમની દિવ્ય ઉપસ્થિતિ સાથે આ ઉદ્ઘાટન પ્રસંગને શોભાવ્યો હતો. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે “હું આ હોસ્પિટલ ઊભી કરવા માટે ડો. નૃતિક પટેલ અને ડો. સ્નેહા પટેલને અભિનંદન પાઠવું છું. આ ફેસિલિટી ઉચ્ચ ગુણવત્તાની ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ અને રેડિયોલોજી સર્વિસીઝ પૂરી પાડશે તથા હેલ્થકેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે.”
સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયા, માણસાના ધારાસભ્ય જે એસ પટેલ, ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી જનરલ ડો. અનિલ નાયક, અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. તુષાર પટેલ, શ્રી 41 ગામ પાટિદાર ફાઉન્ડેશનના પ્રમુખ એન કે પટેલ અને શ્રી 41 ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ સાંકળચંદ પટેલ વિશેષ અતિથિઓ તરીકે હાજર રહ્યા હતા. આ યાદગાર પ્રસંગે પોતાનો હર્ષ વ્યક્ત કરતા ઓલ્વિન હોસ્પિટલ ખાતેના ઓર્થોપેડિક સર્જન અને ફૂટ એન્ડ એન્કલ સ્પેશિયાલિસ્ટ ડો. નૃતિક પટેલે જણાવ્યું હતું કે “આદરણીય અતિથિઓ અને સમાજના અગ્રણી નેતાઓની હાજરીમાં અમારી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં અમને આનંદની લાગણી થાય છે. હોસ્પિટલ ઉત્કૃષ્ટ ઓર્થોપેડિક કેર, ખાસ કરીને ફૂટ એન્ડ એન્કલ સર્જરી પૂરી પાડવામાં અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે હેલ્થકેર ડિલિવરીમાં હકારાત્મક પરિવર્તનો લાવવા અને માપદંડોને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે સમર્પિત છીએ.”
ઓલ્વિન હોસ્પિટલ ખાતેના કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ અને ફેટલ મેડિસીન એક્સપર્ટ ડો. સ્નેહા પટેલે જણાવ્યું હતું કે “આ ઇવેન્ટ અમારા માટે એક રોમાંચક સફરની શરૂઆત છે. અત્યાધુનિક ઇમેજિંગ ટેક્નોલોજીસ અને પ્રોફેશનલ્સની સમર્પિત ટીમ સાથે અમે અમારા દર્દીઓને એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક અને ઇમેજિંગ સર્વિસીસ પૂરી પાડવા માટે સુસજ્જ છીએ.”
ઓલ્વિન હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ ફ્રેક્ચર ટ્રીટમેન્ટ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, આર્થરોસ્કોપી, ફૂટ અને એન્કલ સર્જરી, ડાયાબિટીક ફૂટ કેર અને સ્પોર્ટ્સ મેડિસીન સહિતની વ્યાપક શ્રેણીની સર્વિસીઝ પૂરી પાડે છે. રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ડિજિટલ એક્સ-રે, સોનોગ્રાફી, 3D/4D સ્કેનિંગ, 2D ઈકોકાર્ડિયોલોજી, કલર ડોપ્લર અને ઈલાસ્ટોગ્રાફી સહિતની અત્યાધુનિક ઇમેજિંગ સર્વિસીઝ પૂરી પાડે છે.
ફૂટ એન્ડ એન્કલ સર્જરી તથા ડાયાબિટીક ફૂટ કેરમાં નિપુણતા ધરાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. નૃતિક પટેલ બહોળો અનુભવ ધરાવે છે અને છેલ્લા છ વર્ષમાં તેમણે 5,000થી વધુ સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી છે. ગુજરાતમાં તેઓ એકમાત્ર એન્કલ રિપ્લેસમેન્ટ સર્જન છે અને જટિલ ફૂટ અને એન્કલ સર્જરી હાથ ધરવામાં તેમની નિપુણતા માટે જાણીતા છે. ડો. સ્નેહા પટેલ કન્સલ્ટન્ટ રેડિયોલોજીસ્ટ અને ફેટલ મેડિસીન એક્સપર્ટ છે અને 7,000થી વધુ સોનોગ્રાફી તથા 10,000 સીટી/એમઆરઆઈ સ્કેનનો પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ ધરાવે છે.