અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે હાર્ટને હેલ્થી રાખવા માટે વધારે પડતાં સોડિયમના ઉપયોગને ટાળવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ફ્રેશ ચીજવસ્તુ ખાવાની સલાહ પણ આ અભ્યાસમાં આપવામાં આવી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્થી ડાઈટ ઘણી તકલીફથી દૂર રાખે છે પરંતુ અસંતુલિત ડાઈટના લીધે બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ, બ્લડ સુગરની સપાટી અને વજન સતત વધી જાય છે જેના કારણે હાર્ટના રોગનો ખતરો વધી જાય છે. બર્મીગ્હામ સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થમાં યુનિવર્સિટી ઓફ અલાબામાના સંશોધકોએ અભ્યાસ કર્યા બાદ આ મુજબના તારણો આપ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાર્ટના રોગ માટે એકંદરે ઘણા પરિબળો જવાબદાર રહે છે.
સોડિયમ બ્લડપ્રેશરને વધારવામાં તથા અન્ય ઘણા રોગને આમંત્રણ આપે છે. ત્રણ અમેરિકનો પૈકી એક માટે સોડિયમ ખતરનાક હોવાની બાબત પણ જાણવા મળી છે જે હાઈબ્લડપ્રેશર વધારવામાં ભૂમિકા ભજવે છે. સોડિયમ સેલમાં પાણીને આકર્ષિત કરે છે જેથી બ્લડપ્રેશરમાં ફ્લુઈડ પ્રમાણ વધી જાય છે. આનાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકના હુમલા થવાનો ખતરો વધી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખતરામાં વધારો કરનાર અન્ય પરિબળો પણ છે. સર્વોચ્ચ સોડિયમના જથ્થાનો ઉપયોગ ખતરનાક છે. બ્લેક અને વાઈટ સોડિયમની અસર જુદી જુદી રહે છે. કાળા હાઈએસ્ટ સોડિયમના હિસ્સા (૨૬૦૦ એમજી પ્રતિદિવસ)થી મૃત્યુનો ખતરો ૬૨ ટકા વધી જાય છે. અભ્યાસ મુજબ સોડિયમના પ્રમાણને મર્યાદિત રાખવામાં આવે તે જરૂરી છે.
ફ્રૂટ અને વેજીટેબલ જેવી ચીજવસ્તુ ખાવામાં દરરોજ ઉપયોગમાં લેવી જોઈએ. આનાથી વધારે પ્રમાણમાં પ્રોટેશિયન મળે છે જે બ્લડપ્રેશરને ઘટાડવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. ફળ અને શાકભાજી માટે ફ્રેશ સર્વશ્રેષ્ઠ સોસ તરીકે છે. ફ્રિશ પણ ઉપયોગી પસંદગી બની શકે છે. સપ્તાહમાં બે વખત ફ્રિશ ખાવાની સલાહ સંશોધનમાં આપવામાં આવી છે જે હાર્ટ રોગના ખતરાને ઘટાડવા સાથે સંબંધિત સારા ફેટના સોસ તરીકે છે.