ભેળસેળ ઝેર : આરોગ્ય સાથે ચેડા

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભેળસેળનુ પ્રમાણ હવે એટલી હદ સુધી વધી રહ્યુ છે કે આરોગ્ય પર તેની માઠી અસર થઇ રહી છે. ખાવાપીવાની ચીજવસ્તુઓમાં મોટા પાયે ભેળસેળ થઇ રહી છે. આ ભેળસેળને રોકવા માટે મજબુત નજર રાખી શકે તેવા તંત્રની જરૂરિયાત અનુભવાઇ રહી છે. જે ચીજો અમે ખાઇ રહ્યા છીએ તે શુદ્ધ જ રહે તેની કોઇ ગેરંટી દેખાઇ રહી નથી. હકીકતમાં ખાવાપીવાની ચીજવસ્તુઓમાં લોકોને ધીમી ગતિથી ઝેર આપવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભેળસેળ, દુષિત અને નિમ્ન સ્તરની બ્રાન્ડવાળી ચીજોના કારણે લોકોની હાલત કફોડી બની રહી છે. તહેવારની સિઝનમાં તો ખાદ્ય પદાર્થોમાં મિલાવટ અને હળકી ગુણવત્તાની ચીજની રમત ચરમસીમા પર રહે છે. ભ્રષ્ટ તંત્ર અને મજબુત બાજ નજર ન હોવાના કારણે આ કારોબાર જોરદાર રીતે ચાલી રહ્યો છે.

સરકારી તંત્ર આ પ્રકારની ગતિવિધીને રોકવામાં નિષ્ફળ છે. કઠોર કાર્યવાહી ન થવાના કારણે મિલાવટખોર સરળતાથી છટકી જાય છે. ખાદ્ય પદાર્થોમાં મિલાવટ, બનાવટી બ્રાન્ડ અને હળકી ગુણવત્તાના મામલા દેશમાં સતત વધી રહ્યા છે. દાળ, દુધ, માવા, મસાલા, લોટ, ફળફળાદી સહિતની ચીજોમાં મિલાવટનુ પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. આરોગ્ય અને ખાદ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર એટલા મોટા પ્રમાણમાં છે કે તેઓ મિલાવટખોરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ છે. આની સીધી કિંમત સામાન્ય લોકો ચુકવી રહ્યા છે. દેશમાં ખાદ્ય સુરક્ષા અને અન્ય માનક ધારાધોરણ લાગુ છે. જેમાં દંડની વ્યવસ્થા રહેલી છે. સજાની પણ જોગવાઇ રહેલી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને ધ્યાનમાં રાખવા, મિલાવટ પર નિયંત્રણ કરવા અને ખાદ્ય સુરક્ષાની ખાતરી કરવાની જવાબદારી ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ અથવા તો એફએસએસએઆઇની રહેલી છે.

પરંતુ ઝડપથી મિલાવટના મામલા સપાટી પર આવી રહ્યા છે. તહેવારની સિઝનમાં તો મામલા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી જાય છે. પરંતુ કઠોર કાર્યવાહના અભાવમાં તેના પર કાબુ મેળવી લેવામાં સફળતા હાથ લાગતી નથી. મોટા ભાગના મામલામાં સરકારી તંત્ર માત્ર જવાબદારી  ઔપચારિકતા અદા કરતા જ નજરે પડે છે. ફુડ ટેસ્ટિંગ માટે લેબ પણ પુરતા પ્રમાણમાં નથી. હજારોની સંખ્યામાં આવનાર નમુનાની ચકાસણી યોગ્ય રીતે થઇ શકતી નથી. આ ગાળા દરમિયાન મિલાવટી અને મિસ બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો કોઇ પણ રોકથામ વગર બજારમાં આવી જાય છે. મોટા ભાગના મામલામાં દોષ જાહેર કરવામાં આવ્યા બાદ માત્ર દંડ વસુલ કરવામાં આવે છે. અન્ય કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ખાદ્ય ચીજોમાં હાનિકારક રસાયણ ભેળવી દેવાના મામલા કેટલીક વખત સંસદમાં આવી ચુક્યા છે. આને લઇને હોબાળો પણ થતો રહ્યો છે. જો કે કોઇ નક્કર કાર્યવાહીના મામલા સપાટી પર આવી શક્યા નથી. મિલાવટ કરનારને મૃત્યુ દંડની સજા કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે. આને લઇને બિલ પણ પેન્ડિંગ રહેલા છે. દેશભરમાં ૨૫૦થી વધારે ફુટડ ટેસ્ટિંગ લેબ રહેલી છે. જેમાં ૭૨ રાજ્ય ખાદ્ય પ્રયોગશાળાઓ રહેલી છે. ૧૮ રેફરલ લેબ પણ રહેલી છે. દેશભરમાં મોટી સંખ્યામાં નમુના મિલાવટી તરીકે રહ્યા છે. જે ચીજોમાં વધારે પ્રમાણમાં મિલાવટ કરવામાં આવે છે તેમાં દાલ, દુધ, માવા, પનીર, ધી, સરસો, તેલ મસાલા પણ સામેલ છે. કેચ અપ અને ફળફળાદી અને શાકભાજીમાં પણ મોટા પાયે મિલાવટ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં મિલાવટની રમત કોઇ નવી નથી. વર્ષોથી આ રમત ચલાવવામાં આવી રહી છે. આના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા પણ થઇ રહ્યા છે. નેશનલ મિલ્ક સેફ્ટી એન્ડ ક્વાલિટી સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દુધમાં પણ મોટા પાયે મિલાવટ થતી રહે છે. દુધના ૯.૯ ટકા નમુના બિનસુરિક્ષત હોવાના હેવાલ આવી ચુક્યા છે. જુદા જુદા રાજ્યોમાં નમુના માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮-૧૯ના જાહેર પ્રયોગશાળા પરીક્ષણ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાત સહિતના રાજ્યોમાં નમુનામાં તપાસ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં નમુના ખોટા અને અયોગ્ય જાહેર થયા છે. મિલાવટી અને ખોટા નમુના પણ જાહેર કરવામાં આવ્યા છે. મિલાવટી ચીજ વસ્તુઓ ખાવાથી તેની આરોગ્ય પર અસર થઇ છે.

Share This Article