કમાલના આકર્ષિત હેડ ફોન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કમાલના હેડ ફોન હાલના સમયમાં માર્કેટમાં આવી રહ્યા છે.  આ પ્રકારના આકર્ષક અને ખુબસુરત હેડફોન તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ન્યુ ગેજેટની દુનિયામાં હેડફોનની બોલબાલા જાવા મળી રહી છે. આજે અમે નવા કમાલના હેડફોનની વાત કરવા જઇ રહ્યા છીએ. આમાં એક ટ્રુવાયરલેસ ઇયરફોન છે. જે દુનિયાના સૌથી મોંઘા અને શાનદાર હેડફોન અને ઇયર ફોન છે. ટ્રુવાયરલેસ ઇયરફોનની વાત કરવામાં આવે તો તેમાં અનેક ફિચર્સ રહેલા છે. એક વખતે ફોનથી કનેક્ટ કરવામાં આવ્યા બાદ ઇયરફોનને ટેપ કરીને ટ્રેક બદલી શકાય છે. કોલ પિક, ડિસ્કનેક્ટ અથવા તો રિજેક્ટ કરી શકાય છે. આમાં એક ખાસ ટ્રાન્સપરેન્સી મોડ છે.

જેના કારણે તમે ઇયરફોનને કાનમાંથી કાઢ્યા વગર બહારનો અવાજ પણ સારી રીતે સાંભળી શકોછો. આની કિંમત ૫૫ હજાર રૂપિયા છે. જો તમે હેડફોનના અવાજની ગુણવત્તા જોઇ રહ્યા છો તો આપને આ હેડફોન વધારે પસંદ પડી શકે છે. આ આઠ હર્ટંજથી ૬૫ કિલો હર્ટજ ફ્રિકવન્સી પર શાનદાર રિસ્પોન્સ આપે છે. સાથે સાથે તેમાં અલ્ટ્રા થિન ડાયફ્રામ છે. જેના કારણે અવાજની ગુણવત્તા શાનદાર થઇ  જાય છે. આ હેડફોન વજનમાં હળવા છે. તેમાં બીજા અનેક ફિચર પણ ઉમેરી દેવામાં આવ્યા છે. જો કે કિંમતના મામલે તે ચોંકાવી શકે છે. આની કિમત આશરે સાઢા ત્રણ લાખની આસપાસ છે.

Share This Article