બ્રિટનના શાહી પરિવારમાં પહેલુ ગે વેડિંગ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ક્વિન એલિઝાબેથ બીજાના પિતરાઇ ભાઇ લોર્ડ ઇવાર માઉન્ટબેટન પોતાના સમલૈંગિક પાર્ટનર સાથે લગ્ન કરવા જઇ રહ્યાં છે. આ લગ્ન શાહી પરિવારના પહેલા ગે લગ્ન હશે. ડેઇલી મેલની ખબર અનુસાર લોર્ડ માઉન્ટબેટને 2 વર્ષ પહેલા પોતે ગે છે તેવી જાહેરાત કરી હતી.

લોર્ડ ઇવાર માઉન્ટબેટનના પહેલા લગ્ન 24 વર્ષની વયે થયા હતા. તેમની પહેલી પત્નીનું નામ પેની છે. તે તેમના લગ્નજીવનમાં સુખ મહેસુસ નહોતા કરતા. માઉન્ટબેટન અનુસાર તેમની પત્નીને આ વાતની જાણ હતી. તેમ છતાં અત્યાર સુધી લોર્ડ ઇવાર માઉન્ટબેટનનો સાથ આપ્યો હતો.

kp.comqueen e1529133544120

55 વર્ષના માઉન્ટબેટને 8 વર્ષ પહેલા તેમની પત્ની સાથે છુટાછેડા લીધા હતા. 2016માં તેમણે ગે હોવાની ઘોષણા કરી હતી. હવે માઉન્ટબેટન તેમના 56 વર્ષના પાર્ટનર જેમ્સ કોયલ સાથે લગ્ન કરવા જઇ રહ્યાં છે. માઉન્ટબેટનની એક્સ વાઇફ પેની પણ આ લગ્નમાં સામેલ થશે.

માઉન્ટબેટનને ત્રણ બાળકો પણ છે. માઉન્ટબેટને જણાવ્યુ હતુ કે, તે તેમના પાર્ટનર કોયલને ખૂબ પ્રેમ કરે છે. શાહી પરિવારના મોટાભાગના લોકોની મંજૂરી આ લગ્નને મળી છે. ગયા મહિને જ શાહી પરિવારમાં પ્રિંસ હેરી અને મેગન માર્કલના લગ્ન થયા છે. હવે આ લગ્ન શાહી પરિવારના પહેલા ગે લગ્ન બનશે.

Share This Article