ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી, સચિન તેન્ડુલકર અને એમએસ ધોની જેવા ખેલાડીઓને સિંધુ હવે બ્રાન્ડના મામલે જોરદાર ટક્કર આપી રહી છે. નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આગામી દિવસોમાં સિંધુ સચિન અને અન્ય સ્ટારને બ્રાન્ડ મામલે પાછળ છોડી શકે છે. નિષ્ણાંતો એમ પણ કહેતા ખચકાટ અનુભવ કરી રહ્યા નથી કે સિંધુની વય, ફિટનેસ, અને બેડમિન્ટનના ક્ષેત્રમાં તેની એક પછી એક સિદ્ધીઓના કારણે અનેક કંપનીઓ તેની તરફ હજુ આકર્ષિત થઇ શકે છે. તેની ફિટનેસનો લાભ લેવા માટે કંપનીઓ વધારે પ્રભાવિત છે. આરોગ્ય અને ફિટનેસ સાથે જાડાયેલી કંપનીઓની હવે પહેલી પસંદ ચુસ્ત અને ફિટ પીવી સિંધુ બની રહી છે. કંપનીઓને પીવી સિંધુમાં એક ભાવિ સ્ટાર નજરે પડે છે.
જેથી માત્ર ભારતીય કંપનીઓ જ નહીં બલ્કે વિદેશી કંપનીઓ પણ તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત દેખાઇ રહી છે. હૈદરાબાદમાં જન્મેલી પીવી સિંધુ હાલમાં તમામને પ્રભાવિત કરી રહી છે. ખુબ ઓછા લોકો જાણે છે કે સિંધુના પિતા પણ ભારતીય વોલીબોલ ટીમના એક સભ્ય તરીકે રહ્યા છે. પીવી સિંધુના પિતા જે ટીમમાં હતા તે ટીમે વર્ષ ૧૯૮૬માં સિઓલ એશિયન ગેમ્સમાં કાસ્ય ચન્દ્રક જીતી લીધો હતો. તે વર્ષ ૨૦૦૦માં અર્જુન એવોર્ડ પણ પોતાના નામ પર કરી ચુકી છે.
નેશનલ લેવલ હેન્ડબોલ પ્લેયર રહેલી પીવી દિવ્યા તેની મોટી બહેન છે. સિંધુ હાલમાં હૈદરાબાદમાં રહે છે. અલબત્ત તેના માતાપિતા પ્રોફેશનલ વોલીબોલ રમી ચુક્યા છે. પુલેલા ગોપીચંદની સફળતાથી પીવી ખુબ પ્રેરિત થઇ હતી. પીવી સિંધુ હાલના સમયમાં ભારતમાં સૌથી ચર્ચાસ્પદ નામો પૈકી એક તરીકે છે. ફિટનેસથી પ્રભાવિત થઇને કંપનીઓ તેમની બ્રાન્ડ માટે પીવીનો સંપર્ક કરી રહી છે. ખાસ કરીને ફિટનેસ સંબંધિત કંપનીઓ વધારે પ્રભાવિત છે.