એચડીએફસી સિક્યુરિટીઝે હાલમાં તેનું વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આર્યા લોન્ચ કર્યું હતું, જેના થકી હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સોશિયલ મિડિયા પર ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરવા જેટલું આસાન છે. ઉદ્યોગમાં અનોખી આ કાર્ય પદ્ધતિ રોકાણો માટે વારસારૂપ મંચોમાં જોવા મળતી ગૂંચો નોંધનીય રીતે ઓછી કરશે અને ગ્રાહકો સીધા જ તેમની પસંદગીનાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાણાં (એસઆઈપી માટે વ્યાખ્યા કરેલી મુદત સહિત) ફાળવી શકશે. આને કારણે રોકાણની પહેલ કરવા માટે માનવી મદદ ચાહતા રોકાણ મંચ અને યોજનાઓની ગૂંચને કારણે લાક્ષણિક રીતે દૂર રહેતા નવા રોકાણકારો માટે ખાસ મદદરૂપ થશે.
રોકાણ કરવા માટેનાં પગલાં નીચે મુજબ છે:
- એચડીએફસી સિક્યુરિટીઝ પર આર્યાને ઈનવોક કરો.
- ઈન્વેસ્ટ ઈન મ્યુચ્યુઅલ ફંડ્સ ચૂંટી કાઢો.
- રોકાણનો પ્રકાર, એટલે કે, એકસામટી રકમ અથવા એસઆઈપીમાંથી ચૂંટી કાઢો.
- જરૂર અનુસાર એમએફ યોજનાઓ પસંદ કરો.
- પસંદ કરેલી યોજનાઓમાં રોકાણ કરો.
હાલમાં તે એચડીએફસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં ફેસબુક મેસેન્જર અને મોબાઈલ ટ્રેડિંગ એપ પર લોન્ચ કરાશે.
આ પ્રગતિ વિશે બોલતાં ડિજિટલ સ્ટ્રેટેજી અને એનેલીટિક્સના હેડ નંદ કિશોર પુરોહિતે જણાવ્યું હતું કે આ વિશિષ્ટતાઓ અમારા ગ્રાહકોને યોગ્ય યોજનાઓ સૂચવવા તેમજ આસાન અને જ્ઞાનાકાર મંચ અનુભવ સાથે તેમને સશક્ત થવા માટે પણ અમારા પ્રયાસની રેખામાં છે. આથી અમે અમારી પાસેથી અપેક્ષિત સુવિધાઓને સમાવિષ્ટ કરી છે અને મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે શરૂઆત કરતાં કન્વર્સેશનલ ઈન્વેસ્ટિંગની આ સંકલ્પના રજૂ કરી છે. અમારું સક્ષમ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેક- એન્ડમાં ગૂંચ અંગેની મૂંઝવણો હાથ ધરશે ત્યારે અમે અમારા ગ્રાહકોને તેઓ સમજે અને આસાનીથી કરી શકે તેવી પદ્ધતિમાં રોકાણ કરવા પર કેન્દ્રિત કરીશું. અમે બધી રોકાણ યોજનાઓમાં ગ્રાહકોનો પ્રવાસ સુવિધાજનક બનાવવા માટે અને તેમની પોતાની રોકાણ વ્યૂહરચના અને નિયોજનની માલિકી લેવડાવવાની યોજના બનાવી છે. અમે તે અનુસારપરિણામો લાવવા માટે સુસજ્જ છે.