એચડીએફસી લિમિટેડને પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ભારતની પ્રીમિયર હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસીલિમિટેડને સરકારની ફ્લેગશિપ સ્કીમ એટલે કે, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)’ની સીએલએસએસ (ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ) હેઠળ બેસ્ટ પરફોર્મિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ગત સાંજે રાજકોટમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં માનનીય શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીદ્વારા બીજી વખત એચડીએફસી લિમિટેડને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. શ્રી સંજય જોશી, વરિષ્ઠ જનરલ મેનેજર, HDFC લિમિટેડ અને ચીફ, CLSS અને એફોર્ડેબલ હાઉસિંગ, HDFC લિમિટેડ વતી એવોર્ડ મેળવ્યો. આ કાર્યક્રમમાં શ્રી ગોપાલ કૃષ્ણન, પ્રાદેશિક બિઝનેસ હેડ (ગુજરાત) અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જુલાઇ 2018માં, એચડીએફસીને ઇડબ્લ્યૂએસ અને એલઆઇજી સેગમેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી પ્રાથમિક ધિરાણ સંસ્થા તરીકે અને સીએલએસએસના એમઆઈજી સેગમેન્ટમાં બીજી શ્રેષ્ઠ સંસ્થા તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

માર્ચ 2019માં, એચડીએફસીને પીએમએવાયએફોર્ડેબલ હાઉસિંગ એવોર્ડ્સ 2019માં પીએમએવાય સીએલએસસ માટે શ્રેષ્ઠ ખાનગી ક્ષેત્રની નાણાકીય સંસ્થાતરીકે પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ટિપ્પણી કરતા એચડીએફસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી રેણુ સુદ કર્નાડે જણાવ્યું,સરકારની પીએમએવાય યોજના 2015થી વિવિધ આવક જૂથ સંબંધિત ઘર ખરીદનારાઓને સફળતાપૂર્વક મદદ કરી રહી છે. આ યોજના ભારતને લોકશાહીની માલિકીની મિલકત બનાવવાની અમારી એકંદર ફિલસૂફીને અનુરૂપ છે. ભારતમાં રિયલ એસ્ટેટ સેક્ટર પાછળ એફોર્ડેબલ હાઉસિંગ પ્રેરક બળ બની રહેશે.  ભારતમાં પોસાય તેવા ઘરોની માંગ અત્યંત ગહન અને લચીલી છે. ભારત માટે હાઉસિંગની માળખાકીય માંગ પરવડે તેવા આવાસ પર સરકારનું ભારણ, સાનુકૂળ વસ્તીવિષયક, વધતું શહેરીકરણ અને ઘરની માલિકીની વધતી આકાંક્ષાઓ જેવા પરિબળોને લીધે હંમેશા મજબૂત રહેશે. પ્રોપર્ટીના ભાવમાં કિંમત અને સમય બંનેમાં સુધારાને જોતાં 4થી 5 વર્ષ પહેલાંની સરખામણીમાં પોષણક્ષમતા વધુ સારી રહી છે, જોકે બાંધકામ સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને કારણે છેલ્લા કેટલાક મહિનામાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે. તેમજ ઘરેથી કામ કરવાના વલણમાં વધારા સાથે ઘરોની માંગ આગળ વધશે.”

એચડીએફસી લિમિટેડે રૂ.7,200 કરોડની સબસિડી હેઠળ 3.13 લાખથી વધુ લાભાર્થીઓને મદદ કરી છે, અને આ લાભાર્થીઓને મંજૂર કરાયેલ સંચિત લોન રૂ.67,000 કરોડથી વધુની છે. ઓનલાઈન અરજી કરનારા તમામ ક્ષેત્રોમાં ગ્રાહકો દ્વારા એક આદર્શ બદલાવ કરવામાં આવ્યો છે, જેણે ખાસ કરીને રોગચાળા દરમિયાન પીએમએવાય હેઠળ 3 લાખથી વધુ ગ્રાહકોને મદદ કરવા એચડીએફસીને સક્ષમ બનાવી છે. આજે 92%થી વધુ નવી લોન અરજીઓ ડિજિટલ ચેનલો દ્વારા પ્રાપ્ત થઈ છે, જે રોગચાળા પહેલા 20% કરતા ઓછી હતી.

Share This Article