અમદાવાદ : એચડીએફસી બેંક તેની નેશનલ બ્લડ ડોનેશન ઝૂંબેશની ૧૨મી એડિશન તા. ૭ ડિસેમ્બરે યોજી રહી છે. બેંક સામાજીક કામગીરીઓ જે છત્ર હેઠળ યોજે છે તે પરિવર્તન ના નેજા હેઠળ આ ઝૂંબેશ હાથ ધરાઈ છે. આ વર્ષે વધુને વધુ લોકોને પ્રેરણા આપીને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કરાયો છે. આના દ્વારા ભારતની કોઈ કંપનીએ એક જ દિવસે સૌથી વધુ પ્રમાણમાં રક્તદાન કર્યું હોય તેવું ઉદાહરણ ઉભુ કરવાનો પ્રયાસ કરાશે એમ એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ- ઓપરેશન્સ, શ્રી ભાવેશ ઝવેરીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.૭ ડિસેમ્બરની તૈયારીના ભાગ રૂપે બેંકે હેશટેકસ્ટોપમીથાની હેશટેકયોરબ્લડમેટર્સ નામની એક ઝૂંબેશ હાથ ધરી છે, જેમાં સામાન્ય નાગરિકો અને ખાસ કરીને યુવાનોને કેટલાક કિસ્સાઓ જણાવીને રકતદાન કરવા માટે અનુરોધ કરી તેમને સમાજમાં રોલ મોડલ બનવાનો સંદેશો આપવામાં આવશે. આના કારણે ભારતમાં હાલમાં વાર્ષિક ૧.૯ મિલિયન યુનિટ રક્તની તંગી વર્તાય છે તે ઘટાડવા પ્રયાસ કરાશે. મુંબઈમાં મીરાં રોડ ખાતે વસતા ૬૪ વર્ષની ઉંમરના જ્યોતિન્દ્ર મિથાનીનો એક કિસ્સો છે, જે પ્રેરણારૂપ બને તેવો છે. વિતેલા ૪૦ વર્ષ દરમ્યાન તેમણે ૧૫૧ વખત રક્તદાન કર્યું છે. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુધ્ધ દરમ્યાન જ્યારે આપણાં લશ્કરી દળો માટે રક્તની અછત સર્જાઈ હતી ત્યારે તેમણે પ્રથમ વખત રક્તદાન કર્યું હતું.
ત્યારબાદ તેમણે આ પ્રવૃત્તિને પોતાનું ધ્યેય બનાવ્યું હતું અને દેશમાં રક્તની માંગ અને પૂરવઠા વચ્ચે વર્તાતી અછત પૂરવા માટે પ્રયાસ કર્યો હતો. તે વર્ષમાં સરેરાશ ૪ વખત રક્તદાન કરતા રહ્યા છે. જ્યારે તેમની ઉંમર ૬૫ વર્ષની થશે ત્યારે તે રકતદાન કરવાનું બંધ કરશે. મિથાનીને વધતી જતી વયના કારણે તબીબી આપવામાં આવી હોવા છતાં તે રક્તદાન કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. મિથાનીનું વલણ એવું છે કે ભારતમાં રક્તનો પૂરતો જથ્થો પ્રાપ્ત થશે ત્યારે તે રક્તદાન કરવાનું બંધ કરશે. બેંકે વાર્ષિક રક્તદાન ઝૂંબેશને સાકાર કરીને સામુહિકપણે સમાજમાં દાખલો બેસાડવા પ્રયાસ કર્યો છે. મિથાની જેવા બેંકના ઘણાં કર્મચારીઓ છે કે જેમણે રક્તદાનને પોતાના જીવનનું મિશન બનાવ્યું છે. એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ- ઓપરેશન્સ, શ્રી ભાવેશ ઝવેરીએ વધુમાં ઉમેર્યું કે, એચડીએફસી બેંકે તેની વાર્ષિક રક્તદાન ઝૂંબેશ વર્ષ ૨૦૦૭માં રક્તની ઘટ નિવારીને રક્તદાન માટે હાથ ધરી હતી. તાજા સરકારી આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં ૧.૯ મિલિયન યુનિટ રક્તની ઘટ વર્તાઈ હતી. જો આ પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ થયું હોત તો ૩,૨૦,૦૦૦ હાર્ટ સર્જરી થઈ શકી હોત અથવા ૪૯,૦૦૦ અંગનું દાન કરી શકાયું હોત. વિતેલા વર્ષોમાં આ પહેલ હાથ ધરીને એચડીએફસી બેંકે ૯ લાખ યુનિટ રક્ત એકત્ર કર્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ૧ યુનિટ રક્તથી ૩ જીવન બચી શકે છે. તા.૭ ડિસેમ્બરે ૧,૦૪૦ શહેરોમાં ૩૨૦૦ થી વધુ શિબિરો યોજીરક્તદાન માટેનું આયોજન કરાયું છે.