કોર્પોરેટ-નાણાંકિય જગતમાં એચડીએફસી બેંક નંબર વન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : મુંબઈ ખાતે યોજાયેલા યુરોમની ટ્રેડ ફાયનાન્સ સર્વેક્ષણની બે કેટેગરીમાં એચડીએફસી બેંકને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે. જેમાં  ભારત બેસ્ટ સર્વિસ (એશિયન બેંક) અને  ભારત માર્કેટ લીડર (એશિયન બેંક) એમ બંને કેટેગરીમાં એચડીએફસી બેંક નંબર વન રેન્કમાં આવી હતી. યુરોમની ટ્રેડ ફાયનાન્સ સર્વેક્ષણ-૨૦૧૯માં ૮૯ દેશોની કોર્પોરેટ આલમ અને નાણાંકીય જગતના ૭,૦૦૦થી વધુ પ્રોફેશનલ્સે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

આ સર્વેક્ષણ તા.૬ સપ્ટેમ્બર, ૨૦૧૮થી શરૂ કરીને તા.૨૬ ઓકટોબર ૨૦૧૮ સુધીનાં સાત અઠવાડીયાં ચાલ્યું હતું. વિવિધ આર્થિક સહિતના માપદંડોને આધારે એચડીએફસી બેકને ટોપ રેંકીંગ હાંસલ થયું છે. પ્રદેશ અને દેશના સ્તરે અને દેશમાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ બજાર હિસ્સો ધરાવનાર સર્વિસ પ્રોવાઈડર તરીકે બેંક માર્કેટ લીડર રહી છે.  કેટલીક કેટેગરીઝમાં વિશ્વમાં પ્રદેશ અને દેશના સ્તરે ઉચ્ચ એસેસમેન્ટ પ્રાપ્ત કરીને તથા સર્વિસીસની જોગવાઈઓમાં બેંકને બેસ્ટ સર્વિસ માટેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ- ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજી શ્રી ભાવેશ ઝવેરીએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંક ખાતે અમારા સોના માટે આ અત્યંત ગૌરવની બાબત છે.

અમે જે કાંઈ કામગીરી કરીએ છીએ તેના કેન્દ્રમાં ગ્રાહક છે. આ સિધ્ધિ એ ગ્રાહકોની જરૂરિયાતો સમજવાના તથા હલ કરવાના અમારા પ્રયાસોનુ પ્રમાણ છે. યુરોમની ટ્રેડ ફાયનાન્સ સર્વેક્ષણ પ્રકાશન દુનિયાભરના કલાયન્ટસને ટ્રેડ ફાયનાન્સ સર્વિસીસમાં સામેલ થવા માટે આમંત્રે છે અને તેમના ટોપ સર્વિસ પ્રોવાઈડરને નોમિનેટ કરવા જણાવે છે. ૮૯ દેશોના ૭,૦૦૦થી વધુ કોર્પોરેટસ, ટ્રેઝરી સર્વિસીસ પ્રોફેશનલ્સ યુરોમની ટ્રેડ ફાયનાન્સ સર્વેક્ષણ ૨૦૧૯માં સામેલ થયા હતા. રેંકીંગમાં એશિયામાં ઉત્તમ કામગીરી કરતી બેંકને પસંદ કરી શકાય તે હેતુથી એશિયન પ્રોવાઈડર પસંદ કરી શકાય તે માટે ઈન્ટરનેશનલ બેંકોને આ સર્વેક્ષણમાં બાકાત રાખવામાં આવી હતી.

Share This Article