અમદાવાદ : એચડીએફસી બેન્કે તાજેતરમાં નવચાર પુસ્તિકા નામની શિક્ષણના નવીન આઇડીયા ધરાવતો એક મેન્યુઅલ લોન્ચ કર્યો છે. નવચાર પુસ્તિકા (નવીનીકરણ હેન્ડબુક)એ શિક્ષણના નવીન આઇડીયાઓનું એકત્રીકરણ છે જેમાં શિક્ષકો દ્વારા જ યોગદાન આપવામાં આવ્યું છે. આ વિના મૂલ્યના ઊંચી અસર કરતા આઇડીયા એચડીએફસી બેન્કના ‘ટીચીંગ ધ ટીચર’ (થ્રી ટી) પ્રોગ્રામ, બેન્કના સીએસઆર છત્ર પરિવર્તન હેઠળનો છે. થ્રી ટી પ્રોગ્રામ શ્રી ઔરોબિંદો સોસાયટીના સહયોગથી ચલાવવામાં આવે છે. થ્રી ટી હેઠળ ૧૮ રાજ્યોના ૧૪ લાખથી વધુ શિક્ષકોને તેમની પાસેથી આઇડીયા મંગાવીને તાલીમ આપવામાં આવી છે અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાના હેતુથી શાળાઓમાં પસંદગીના આઇડીયાઓને અમલી બનાવવામાં આવ્યા છે. આ પ્રોગ્રામથી પહેલેથી જ ૬ લાખ સરકારી શાળાઓના ૧.૬ કરોડ વિદ્યાર્થીઓને લાભ થયો છે.
ટોચના ૬૦૦ જેટલા ભાગ લેતા શિક્ષકોને નવી દિલ્હી ખાતે ૩ દિવસના તાલીમ વર્કશોપમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં એચડીએફસી બેન્કના સીએસઆર ગ્રુપ વડા કુ. આશિમા ભાટ અને શ્રી ઔરોબિંદો સોસાયટીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી સંભ્રાંત શર્મા દ્વારા પ્રત્યેક ૧૮ રાજ્યો માટેના ઇનોવેશન મેન્યુએલને લોન્ચ કરવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા શિક્ષણના નવીન આઇડીયાના અહીં કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે, જે મુજબ, વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા પેદા કરવા માટે નાટક, પપેટરીનો ઉપયોગ કરીને પરંપરાગત ચોક અને ટોકમાં ફેરફાર લાવવાનું અમુક શિક્ષકોના જૂથે સુચન કર્યું હતું. ફક્ત ગોખણપટ્ટી પર વિશ્વાસ નહી રાખતા તે વિષયની સારી સમજણ આપે છે.
એચડીએફસી બેન્કના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીના ગ્રુપ વડા કુ આશિમા ભાટે જણાવ્યું હતું કે, શિક્ષકો દ્વારા રજૂ કરાયેલ અન્ય એક નવીન આઇડીયામાં વિદ્યાર્થીઓને શીખવવા માટે વિઝ્યૂઅલ લ‹નગનો સમાવેશ થાય છે. જેથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ડિવાઇસીસના નામ કીબોર્ડ પર રહેલી કીને સમજી શકે, દરેક ભાગને દોરવામાં આવે છે અને અલગ ચાર્ટ પેપર પર કલર કરવામાં આવે છે જેમાં તેની પર તેનું નામ અને તેનો ઉપયોગ લખેલા હોય છે. રિસાયક્લીંગ પ્લાસ્ટિકના લાભો પર ભાર મુકવા માટે, પેન સ્ટેન્ડઝ, સ્ટેશનરી સ્ટોર કરવા ટેના બોક્સીસ જેવી ડિઝાઇનનું સર્જન કરવા માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને અને તેમના માતાપિતાને સામેલ કર્યા હતા. વિદ્યાર્થીને આલ્ફાબેટ શીખવવા માટે પ્રત્યેક ચોરસમાં આલ્ફાબેટ લખેલો હોય છે અને તેમાંથી નીકળતો શબ્દ હોય છે. તેનાથી વર્ગખંડનું વાતાવરણ ગમ્મતભર્યુ રહે છે અને વિદ્યાર્થીઓને કોઇપણ વિષય કે વસ્તુમાં સુધારો કરવામાં મદદ મળે છે. રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં શિક્ષકો અગત્યનો ભાગ છે, અને શિક્ષણ એ એકંદરે સમાજના આર્થિક અને સામાજિક વિકાસ પર નોધપાત્ર અસર કરે છે. ઇનોવેશન હેન્ડબુક આમ ભારતભરમાં શિક્ષકો માટે એક સંદર્ભ મેન્યુઅલ બની જાય છે જેથી તેઓ વિના મૂલ્યના છતાં ઊંચી અસર કરતા આઇડીયાનો ઉપયોગ કરી શકે.