જો બોસ સાથે કોઇ મામલે વિવાદ થઇ જાય તો મુશ્કેલ સ્થિતી સર્જાઇ જાય છે અને નોકરીને લઇને સંકટ આવી પડે છે. અલગ અલગ વિચાર હોવાની સ્થિતીમાં પણ સ્પષ્ટ વાતચીત જ વિવાદનો અંત લાવી શકે છે. જ્યારે તમે કોઇ સિનિયરના વિચારો સાથે સહમત હોતા નથી ત્યારે મુશ્કેલ વાતચીતની સ્થિતી સર્જાઇ જાય છે. આના કારણે વિવાદ અને તંગદીલી ઉભી થઇ જાય છે. આના કારણે આપના દેખાવ પર માઠી અસર થાય છે. મુશ્કેલ સ્થિતીમાં વાતચીત કરીને વિવાદને દુર કરી શકાય છે. જ્યારે બોસ સાથે મુશ્કેલ વાતચીત કરવી હોય ત્યારે જ્યા સુધી વાતચીત માટે તમે તૈયાર ન રહો ત્યાં સુધી વાતચીત કરવી જોઇએ નહી. ઇમોશનનલ અપ્રોચના બદલે તર્ક આધારિત ફ્રેમવર્ક વધારે સારી રીતે કામ કરે છે. ઇમોશનલ વાતો કરવાના કારણે એકબીજા પર દોષારોષણની શરૂઆત થઇ શકે છે. તમામ બાબતો સમજદારી સાથે રજૂ કરવી જોઇએ. દિમાગની શાંતિ માટે કેટલીક બાબતોને પડતી મુકી દેવી જોઇએ. મેનેજરની સાથે તમામ બાબતો પોઝિટીવ રહે તે જરૂરી નથી. મજબુત અસહમતિ સાથે નુકસાન થઇ રહ્યુ છે તો વૈકલ્પિક રસ્તાને કામે લઇ શકાય છે.
લક્ષ્ય સુધી પહોંચી જવા માટે બજેટ અપુરતા પ્રમાણમાં છે તો ફાયનાન્સ ટીમ અથવા તો ક્લાઇન્ટ સાથે વાતચીત કરી શકાય છે. કોઇ સિદ્ધીને રજૂ કરવાની બાબત હોય તો એચઆરની સાથે વાત કરવાની જરૂર હોય છે. જો તમામ ચેનલો આ પ્રયોગોમાં ફેલ થઇ રહ્યા છે તો અને પોઝિટીવ રિઝલ્ટ મળી રહ્યા નથી તો રિપોર્ટિંગ ફ્રેમવર્ક જાણી લેવાની જરૂર હોય છે. ફાયનાન્સ હેડ અને બોસના રિપોર્ટિંગ હેડ સાથે વાતચીત કરી શકાય છે. સાથે સાથે સાર્થક ચર્ચા કરી શકાય છે. પોતાની તમામ બાબતોને તથ્યોની સાથે રજૂ કરવાની જરૂર હોય છે. જ્યારે પણ વાત કરો ત્યારે મેનેજરને બોલવાની તક આપવી જોઇએ. જેમ જ તમે બોલવા માટે કહેશો ત્યારે તે શાંત થવા લાગી જશે. બોસની પાસે વધારે ડેટા હોય છે. પહેલા સાંભળી લેવાથી વધારે માહિતી મળી શકી છે અને સારી સમજ ઉીભી થાય છે. દોષારોપણ કરવાથી કોઇને ફાયદો થતો નથી. વાતચીત એ વખતે વધારે મુશ્કેલ બની જાય છે જ્યારે એક પક્ષને લાગે છે કે તેના પર પર્સનલ અટેક કરવામાં આવે છે. આપને યોગ્ય તર્કની સાથે ચર્ચા કરવી જોઇએ. સાથે સાથે સમસ્યા પર વાતચીત કરવી જોઇએ.
જ્યારે તમે સમસ્યાના બદલે વ્યક્તિ વિશેષને લઇને વાતચીત કરો છો ત્યારે તમારી વાત બગડી શકે છે. વાતચીત કરવા માટે યોગ્ય માહોલની જરૂર હોય છે. ગુસ્સાને શાંત કરવાના પ્રયાસ કરવા જોઇએ. બંનેના ગુસ્સામાં કોઇ ભાવ ન હોય ત્યારે વાતચીત કરવી જોઇએ તમારા મનમાં જો એવુ આવે કે મેનેજરની ઓફિસમાં જઇએ અને જોરશોરથી ફટકાર લગાવીએ ત્યારે પણ આના કારણે વિશ્વસનીયતા ખતમ થઇ શકે છે. નોકરી જવાનો ખતરો રહે છે. ઠંડા દિમાગ સાથે વાતચીત કરવાથી ફાયદો થાય છે. ઠંડા દિમાગથી વાત કરવાની સ્થિતીમાં વિકલ્પ વધારે આવે છે. રચનાત્મક વાત કરવા માટે આપને કોમન ગ્રાઉન્ડ શોધી કાઢવાની જરૂર હોય છે. જેમ જેમ ચર્ચા આગળ વધશે તેમ તેમ તમે કોમન એગ્રીમેન્ટ પણ કરી શકો છો. આના કારણે અસહમતિ મેનેજ થઇ જાય છે. સારા એગ્રીમેન્ટ તરીકે એ બાબત હોય છે જેમાં આપને અને આપના બોસને પણ ફાયદો થઇ શકે છે. કંપની અને બિઝનેસને ફાયદો થાય તેવા પરિણામ પર આગળ વધવાની જરૂર હોય છે.
જ્યાં સુધી વાતચીત પૂર્ણ ન થાય ત્યાં સુધી સારી કામગીરી અદા કરતા રહેવાની જરૂર હોય છે. આના કારણે સારી પ્રતિષ્ઠા ઉભી થાય છે. શુ તમને લાગે છે કે અસહમતિ એટલી હદ સુધી થઇ ગઇ છે કે આના કારણે આપની કેરિયરને નુકસાન થઇ શકે છે તો આવી સ્થિતીમાં કંપનીને બદલી નાખવાની વિચારણા કરવી જોઇએ. જો વાતચીત કરવામાં આવ્યા બાદ પણ સારા પરિણામ મળી રહ્યા નથી તો એડવાન્સમાં બેક અપ તૈયાર કરી લેવાની જરૂર હોય છે. સાથે સાથે પોતાના ફાયનાન્સને મજબુત કરવાની જરૂર હોય છે. કંપનીઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે હાલના સમયમાં કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે ખેંચતાણ થઇ શકે છે.