ઇન્ટર્નશીપ કેરિયર ઉજ્જવળ બનાવી દેવામાં ખુબ ઉપયોગી સાબિત થાય છે પરંતુ ઇન્ટર્નશીપના સમયને બચાવી લેવા માટેના ચક્કરમાં જે વિદ્યાર્થીઓ ખોટા સર્ટિ કોલેજમાં જમા કરે છે તે પોતાની કેરિયરને મોટુ નુકસાન કરે છે. ઇન્ટર્નશીપ કેરિયર નિર્માણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ઇન્ટર્નશીપ પોતાને સારી સારી ઓળખ કાઢવામાં મદદરૂપ બને છે. એટલુ જ નહી બલ્કે ઇન્ટર્નશીપમાં કેરિયરની પરેશાનીને સારી રીતે સમજી લેવામાં મદદ મળે છે. સાથે સાથે કેરિયરની જે કઇ પણ પરેશાની રહેલી છે તે પરેશાનીમાંથી બહાર આવવામાં મદદ મળે છે. આના કારણે લાયકાત પણ વધી જાય છે.
ઇન્ટર્નશીપ આપની કેરિયરને શરૂ કરવામાં એક ટેસ્ટ ડ્રાઇવ તરીકે સાબિત થાય છે. જ્યાં સુધી તમે તમારી તાકાત અને કમજારીને જાણીશો નહી ત્યાં સુધી તમને આ બાબતની ખબર પડશે નહીં કે તમે શુ કરી શકતાની સ્થિતીમાં છો. ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક બાબતોથી પણ વધારે અનુભવ અપાવે છે. ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓને એ જાણવા માટેની તક આપે છે કે વાસ્તવમાં એક વ્યક્તિ તરીકે તમે હાલમાં ક્યા છો. કેટલાક કામોમાં લોકો પહેલા પોતાને કમજાર ગણે છે પરંતુ થોડાક ગાળામાં જ તે કુશળ વ્યક્તિ તરીકે કંપનીમાં સ્થાપિત થઇ જાય છે. આ બાબત દર્શાવે છે કે ઇન્ટર્નશીપ કેરિયરમાં કેટલી રીતે ઉપયોગી છે. સારી કંપનીમાં ઇન્ટર્નશીપ કરનાર કેટલાકને તો કંપનીઓ તેમના કામને જાઇને પોતાની કંપનીમાં નોકરીમાં રાખી લે છે. આવી રીતે તેમની કેરિયર પ્રોફેશનલ રીતે શરૂ થઇ જાય છે.