શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા ખાતે હવન અને સુંદરકાંડનું કરાશે આયોજન

Rudra
By Rudra 1 Min Read

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા અમદાવાદના સ્થાપક ડો. પ્રવીણભાઈ ગર્ગ દ્વારા જણાવામાં આવ્યું છે કે રવિવારે તા. ૧૯ ઓક્ટોબર 2025, બપોરે 3 વાગ્યાથી મંદિર ના પ્રાંગણમાં વૈદિક મંત્રોચ્ચાર અને શક્તિ-આરાધના પાઠ સાથે હવન રાખેલ છે . હવન બાદ સાંજે 5:30 વાગ્યે શ્રી હનુમાનજીની મહિમાને ઉજાગર કરતો સુન્દરકાંડ પાઠનું ભવ્ય વાચન થશે. સાંજે 7:15 કલાકે શ્રદ્ધાભેર મહાઆરતી અને 7:30 વાગ્યે ભાવિકોને મહાપ્રસાદનો લાભ મળશે.

ડો .પ્રવીણ ભાઈ એ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ ના આ મંદિર નું એક વર્ષ પૂર્ણ થયેલ છે અને બાબા શ્રી નીમ કરોલી મહારાજ ની અસીમ કૃપા અને અમૂલ્ય આશિર્વાદથી ધીરે-ધીરે સમૃદ્ધ અને ભક્તિમય સ્તરે વિકસિત થઈ રહ્યું છે.આ મંદિર ભારત દેશનું ચોથું મંદિર છે જ્યાં હનુમાનજીની સૂતેલી મૂર્તિ ધરાવે છે અને જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

આ ભવ્ય અને પવિત્ર પ્રસંગે આપ સૌ પરિવાર સાથે હાજરી આપી ધાર્મિક આનંદ અને આશીર્વાદમાં અભિવૃતિ આપશો.

Share This Article