હરિયાણાની રાજીનિતીની જ્યારે પણ વાત થાય છે ત્યારે બે પાર્ટીઓના હનન અને ત્રણ પાર્ટીઓના લાલોના પ્રભુત્વની વાત આવે છે. પાર્ટ એટલે કે કોંગ્રેસ અને આઇએનએલડી અને ત્રણ લાલ એટલે ચૌધરી દેવીલાલ, બંશીલાલ અને ભજનલાલનો સમાવેશ થાય છે. આ ત્રણેય લાલની જુદા જુદા ક્ષેત્રોમાં બોલબાલા રહેતી હતી. હિસાર વિસ્તારમાં ભજનલાલનુ પ્રભુત્વ રહેતુ હતુ. ભિવાનીમાં બંશીલાલનુ પ્રભુત્વ રહેતુ હતુ અને સિરસામાં ચૌધરી દેવીલાલનુ પ્રભુત્વ રહેતુ હતુ. સમયની સાથે સાથે હવે દરેક ચીજા બદલાઇ ગઇ છે. હરિયાણાની રાજનીતિ પણ હવે બદલાઇ ગઇ છથે. કોઇ સમય કોંગ્રેસ અને આઇએનએલડી વચ્ચે સીધી સ્પર્ધા રહેતી હતી. તમામ રાજકીય લોકો આ દ્ધન્ધમાં રહેતા હતા. હવે ભારતીય જનતા પાર્ટીએ અહી સ્પર્ધા ત્રિકોણીય બનાવી દીધી છે. આઇએનએલડી બે ભાગમાં વિભાજિત થયા બાદ તેની તાકાત ઘટી ગઇ છે.
કોંગ્રેસ પાર્ટીની હાલત પણ ખરાબ થઇ ગઇ છે. આઇએનએલડીની છાવણીમાંથી નિકળી ચુકેલા જનનાયક જનતા પાર્ટીના યુવાનો એક અલગ અને સ્વચ્છ રાજનીતિ રમી રહ્યા છે. કોઇ સમય ચોટાલાના ગામમાં અને બંગલાની બહાર પરિવારના સભ્યો સિવાય અન્ય કોઇના ફોટો દેખાતા ન હતા હવે સ્થિતી બદલાઇ ગઇ છે. હવે ગામના ગેટ પર જ લગાવવામાં આવેલા ખટ્ટરના પોસ્ટરથી સાબિત થઇ જાય છે કે રાજનીતિની દિશા અને દશા હવે સંપૂર્ણપણે બદલાઇ ગઇ છે. હવે ન માફિયા રાજ છે અને ન ગુન્ડારાજ છે. રાજ્યની શાંતિની તસ્વીર અને પોલીસ સ્ટેશનમાં થયેલી ઓછી રિપોર્ટ પણ દર્શાવે છે કે હરિયાણામાં સારી સ્થિત જાવા મળી રહી છે. આ વખતે ચૂંટણી ભલે હરિયાણમા જાતિ આધારિત દેખાઇ રહી છથે. પરંતુ સીધી ટક્કર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી અને વડાપ્રધાનની મુખ્ય વિરોધી પાર્ટી એટલે કે કોંગ્રેસ વચ્ચે દેખાય છે. કારણ કે છે કે આ વખતે ત્રિકોણીય સ્પર્ધા હોવા છતાં અન્ય કોઇ મેદાનમાં દેખાતા નથી. હરિયાણાની રાજનીતિમાં કોઇ સમય ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર જાટ સમુદાયના લોકો હવે તેમની તાકાતને ફરી હાંસલ કરવામાં લાગેલા છે. હરિયાણામાં આ વખતે દરેક પાર્ટી ભાજપની સામે લડતી નજરે પડે છે. જે સત્તાના સ્વાદ ચાખી ચુક્યા છે તે સત્તા જાળવી રાખવા અને ફરી હાંસલ કરવાના પ્રયાસમાં લાગેલા છે. દરેક સીટના જુદા જુદા સમીકરણ રાજકીય પંડિતો બેસાડી રહ્યા છે. ભાજપે સામાન્ય રીતે તો થોડાક સમય પહેલા યોજાયેલી તમામ નગર નિગમની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી. સંદેશો પણ ગયો હતો કે ભારતીય જનતા પાર્ટી વધુને વધુ મજબુત થઇ રહી છે. જિન્દમાં પણ જીત થઇ હત.
જાટ અને નોન જાટ સમુદાય વચ્ચે લડાઇ વધી રહી છે. આ પ્રકારની લડાઇ વચ્ચે ભાજપે નોન જાટ સમુદાયના લોકોના વ્યÂક્તને મુખ્યપ્રધાન બનાવીને પહેલાથી જ ચિત્ર બદલી દેવાના પ્રયાસમાં સફળ રહ્યા છે. ખટ્ટર સરકાર હરિયાણામાં નિષ્પક્ષ કામ કરી રહી છે. જેના કારણે તેમની સ્થિતી વધારે સારી બની રહી છે. રોહતકની વાત કરવામાં આવે તો ભુપેન્દ્ર સિંહ હુડ્ડા ભલે ત્યાં પોતાના વોર્ડના ઉમેદવારને જ જીતાવી શક્યા નથી પરંતુ મોદીની આંધીમાં પણ મજબુતી સાથે ઉભેલા દેખાયા હતા. રાજયની રાજનીતિના જાણકાર લોકો કહે છે કે હુડ્ડાએ મેયર પદની ચૂંટણીને લઇને જાણી જાઇને નજર અંદાજ કરી હતી. કારણ કે હિસારના વેપારી પરિવારના જમાઇનો મામલો હતો. હવે અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. ભિવાનીમાં ભાજપનુ ખાતુ ખોલાઇ ગયુ હતુ. જા કે આ વખતે ઉમેદવારના અસંતોષના કારણે સ્થિતી કેટલાક અંશે નબળી પડી હતી. હરિયાણામાં સિરસા ખાતે આ વખતે ટક્કર રોમાંચક રહેનાર છે. અહીં આઇએનએલડી, જેજેપી અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે. આ ત્રિકોણીય સ્પર્ધામાં કોણ જીતે છે તે બાબત પર તમામની નજર રહેશે., મોટા ભાગના વિસ્તારોમાં લડાઇ ત્રિકોણીય રહેનાર છે. ગુરુગ્રામમાં સીધી ટક્કર થનાર છે. અંબાલા અને કુરુક્ષેત્રમા સ્પર્ધા રોચક છે.