શહેરના લાંભા વોર્ડમાં 16મી નવેમ્બરે, રવિવારના રોજ હરિયાણા મૈત્રી સંઘ દ્વારા પ્રથમ વખત સાંસ્કૃતિક તથા મૈત્રી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે હરિયાણા મૈત્રી સંઘના અધ્યક્ષ અનિલ બેનીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં રહેતા મૂળ હરિયાણાના લોકો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગે તમામ લોકોને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં હરિયાણાથી આવેલા લોક કલાકાર વિકાસ પાસોરિયા, કમલ શર્મા અને દીપક પાહસૌરની ટીમે લોક ગીત સંગીત રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં રહેતા મૂળ હરિયાણા રાજ્યના લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમનને સફળ બનાવ્યો હતો.
હરિયાણા મૈત્રી સંઘ દ્વારા પ્રથમ વખત સાંસ્કૃતિક તથા મૈત્રી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું
By
Rudra
1 Min Read
