હરિયાણા સરકારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાસેથી પાછા માગી રહી છે વહેંચેલા ટેબલેટ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હરિયાણા સરકારે સ્કૂલોમાં વહેંચેલા ટેબલેટ વિદ્યાર્થીઓ પાસેથી પાછા માગી રહી છે. ગત વર્ષે ભાજપ-જેજેપી સરકાર દ્વારા એક કલ્યાણકારી યોજના અંતર્ગત મફત ટેબલેટ આપવામાં આવ્યા હતા. હવે સરકાર તે પાછા માગી રહી છે. આ સંબંધમાં સ્કૂલ શિક્ષણ નિદેશાયલે સ્કૂલોના પ્રિન્સિપલને નિર્દેશ આપ્યા છે કે, જે વિદ્યાર્થીઓએ હજૂ સુધી ટેબલેટ પરત નથી કર્યા, તેમને પરીક્ષા માટે રોલ નંબર ફાળવવામાં આવશે નહીં. ડીએસઈ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને ૯ ફેબ્રુઆરીના રોજ નિર્દેશ જાહેર કર્યા હતા. ધોરણ ૧૦,૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓનો હવાલો આપતા, ડીએસઈએ સ્થાયી સંચાલન પ્રક્રિયાને વિસ્તૃત કરી છે. તે અનુસાર, વિદ્યાર્થીને પોતાની સ્કૂલમાં મફત આપેલા ટેબલેટને જમા કરાવાના છે.

નિર્દેશમાં એવું પણ કહેવાયું છે કે, ધોરણ ૧૦ બાદ જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં જઈ રહ્યા છે, તેમને પોતાના ટેબલેટ જે તે સ્કૂલમાં જમા કરાવી દેવાના રહેશે.

આવી જ રીતે ધોરણ ૧૨ પાસ કર્યા બાદ કોલેજના અભ્યાસ માટે એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પાસેથી જ ટેબલેટ પરત માગવામાં આવી રહ્યા છે.  બલેટ એકઠા કરવા માટે એસઓપી અનુસાર, જિલ્લા શિક્ષણ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના ટેબલેટ પરત કર્યા બાદ તેને રિસેટ કરવાના રહેશે. તેમાં કહેવાયું છે કે, વિદ્યાર્થીઓને પોતાનો રોલ નંબર જોઈ તો હોય તો, ચાર્જર, સિમ કાર્ડ અને ટેબલેટ સાથે આપવામાં આવેલ અન્ય સમાન પણ તમારી સ્કૂલમાં જમા કરાવાનો રહેશે. નિર્દેશમાં કહેવાયું છે કે, કોઈ પણ વિદ્યાર્થીને ટેબલેટ પરત કર્યા વિના રોલ નંબર આપવામાં આવશે નહીં. જો કોઈ વિદ્યાર્થી પાસે ટેબલેટનું બોક્સ નથી, તો પછી શિક્ષકે ટેબલેટ પાછળ લખેલા એક સ્થાયી માર્કરથી આઈએમઈઆઈ નંબર લખેલો ચકાસવો.

આ ઉપરાંત શિક્ષકોને વિદ્યાર્થીના નામ, ટેલબેટનો સીરિયલ નંબર, માતા-પિતાનું નામ, વિદ્યાર્થીનો આધાર નંબર અને ટેબલેટ તૂટી જવા અને ચાર્જર તૂટી જવા પર રિમાર્ક સહિત રેકોર્ડ પણ રાખવાનું કહેવાયું છે. કોરોના મહામારી દરમિયાન હરિયાણા સરકારે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે પોર્ટલ શરુ કર્યું હતું, જેથી વિદ્યાર્થીઓ ભણી શકે. આ દરમિયાન વિદ્યાર્થીઓને ટેબલેટ પણ આપવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગે કહ્યું કે, પરત આવેલા ટેબલેટ નવા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મે ૨૦૨૨માં હરિયાણા સરકારે રાજ્યભરમાં સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને મફત ટેલબેટ વિતરણ કરવાનું શરુ કર્યું હતું. ઈ અધિનિયમ યોજના અંતર્ગત એવા લગભગ પાંચ લાખ ટેબલેટ વિતરણ કરાયા હતા. ટેબલેટ સાથે ૨ જીબી મફત ડેટાવાળા સિમ કાર્ડ પણ આપ્યા હતા. આ ટેબલેટ સેમસંગના હતા અને તેની કિંમત ૧૨,૦૦૦ રૂપિયા હતી, જેની એક વર્ષની વોરન્ટી પણ આપેલી હતી.

Share This Article