ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમના ફાળે વધુ એક ગોલ્ડ મેડલ નોંધાયો છે. સુરતના હરમિત દેસાઈએ સાથિયાન સાથે ટેબલ ટેનિસમાં જોડી બનાવી હતી. હરમિત અને સાથિયાનની જોડીએ નાઈજીરીયાના ખેલાડીને 11-8, 11-5, અને 11-3થી હરાવી મેડલ પર કબજો મેળવ્યો હતો. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ભારતના ખાતામાં 10 ગોલ્ડ, 4 સિલ્વર, 5 બ્રોન્ઝ મેડલ આવ્યાં છે.
હરમિત દેસાઈ ઓસ્ટ્રેલિયા, જર્મની, કતાર સહિત આશરે પચાસ જેટલા દેશમાં રમી ચૂક્યો છે. હરમિતના પેરેન્ટ્સ પોતાના દીકરાની આ સિદ્ધિથી ખૂબ જ ખુશ છે. નોંધનીય છે કે આ પહેલા ભારતના ફાળે કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં કોઈ ગોલ્ડ આવ્યો નહોતો. ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શનથી ભારતને હજુ વધુ મેડલ મળવાની આશા જાગી છે. નોંધનીય છે કે 2014માં ગ્લાસગોમાં થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં દેશના ફાળે ફક્ત એક જ મેડલ આવ્યું હતું.