લાઠી તાલુકાના આંસોદર મુકામે હાર્દિક પટેલના સમર્થનમાં રામ ધૂનનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમરેલીઃ હાર્દિક પટેલના આરણાંત ઉપવાસને લઇ અનેક લોકો, સંસ્થાઓ અને સંગઠનો સમર્થનમાં આવી રહ્યાં છે. હાર્દિક પટેલને સમર્થન આપવા ગુજરાતમાં અનેક સ્થળોએ પ્રતિક ઉપવાસ કે રામધૂન જેવા કાર્યક્રમ થતા રહે છે.

લાઠી તાલુકાના આંસોદર ગામે પણ આવા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધુનનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજીત રામધૂનમાં માત્ર પટેલ સમાજ નહીં પણ તમામ ખેડૂતો આ રામધુનમા જોડાયા હતા.

ઉપરાંત, હાર્દિક પટેલને સંપૂર્ણ સમર્થન અને સહકાર આપવાની વાત કરતા પ્રમુખ તાલુકા પંચાયત જનકભાઈ તળાવીયા દ્વારા જણાવેલ હતું કે જો સરકાર હાર્દિકની માંગ પૂર્ણ નહીં કરે તો આવનાર દિવસોમાં ભાજપ સરકારની તાનાશાહીનો બહોળા પ્રમાણમાં વિરોધ કરવામાં આવશે.

Share This Article