હાર્દિકની ધૂળેટીની ઉજવણી બગડી : મોદીના નારા લાગ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસનો હાથ પકડ્‌યા બાદ રાજ્યમાં કેટલાક પાટીદાર સમાજે હાર્દિકને ગદ્દાર ગણાવ્યો છે અને ધીરેધીરે તેના પ્રત્યેનો વિરોધ પાટીદાર સમાજમાં ઉગ્ર બની રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરો અને ગામડામાં પણ હાર્દિકના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં હાર્દિક પટેલનો સખત વિરોધ થઇ રહ્યો છે. ગઇકાલે જામનગરમાં હાર્દિક એક પાર્ટી પ્લોટમાં ધુળેટી રમવા પહોંચ્યો હતો.

પરંતુ સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. લોકો દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવી રહ્યા હતા આ જોઇને હાર્દિક પણ મુશ્કેલીમાં મુકાયો હોય તેમ તેના ચહેરા પર હાવભાવ જોવા મળ્યા હતા. હાર્દિક સ્ટેજ પર ચડીને માઇકમાં બોલતો હતો પણ લોકો તેને સાંભળ્યો નહોતો અને સતત મોદી મોદીના નારા લગાવ્યા હતા. આથી હાર્દિકને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો અને ત્યાંથી થોડીવારમાં તે સ્ટેજ છોડી ચાલ્યો ગયો હતો.

આમ ધૂળેટીની ઉજવણી કરવા પાર્ટી પ્લોટમાં પહોંચેલો હાર્દિક ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયો હતો. આમ, હાર્દિક પટેલ વિરૂધ્ધ હવે વિરોધનો વંટોળ વધી રહ્યો હોઇ લોકસભા ચૂંટણી ટાણે તેની સીધી કે માઠી અસર પરિણામો પર ના પડે તેની ચિંતામાં હવે કોંગ્રેસ પાર્ટી પણ ગરકાવ બની છે.

Share This Article