બાળપણમાં મગરમચ્છ સાથે લડતા સાહેબ હવે કેમ ડરે છે-હાર્દિક પટેલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: આગામી સરદાર જયંતિ એટલે કે તા.૩૧ ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રમિતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાપર્ણ કરવાના છે. જેના માટે તેઓ સી-પ્લેનમાં આવીને નર્મદા ડેમ વિસ્તારના તળાવ નં-૩માં ઉતરાણ કરે તે પ્રકારનું આયોજન કરાયું હતુ પરંતુ ત્યારબાદ નર્મદા ડેમ સાઈટ પર તળાવ નંબર-ત્રણમાં વધુ પડતા મગર હોવાને કારણે સી-પ્લેનની સવારી રદ કરવામાં આવી હતી.

સી પ્લેન મારફતે વડાપ્રધાનના ઉતરાણની યોજના પડતી મૂકાતાં આજે પાસ કન્વીનર હાર્દિક પટેલે વડાપ્રધાન મોદી પર સીધો પ્રહાર અને કટાક્ષ કરતા ટિ્‌વટ કરીને કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીજી ગુજરાતના નર્મદા કિનારે સી-પ્લેન ઉતારવાના હતા. પરંતુ નદીમાં મગરમચ્છ હોવાને કારણે હવે સી-પ્લેનથી ઉતરશે નહીં. મને હાલ જ યાદ આવ્યું કે, બાળપણમાં સાહેબ મગરમચ્છ સાથે લડી લેતા હતાં, એવું મીડિયાએ કહ્યું હતું. હવે તો બાળ નરેન્દ્ર પણ મોટા થઇ ગયા છે. તો પછી મગરમચ્છથી ડર કેમ? હાર્દિક પટેલના વડાપ્રધાન મોદી પર સીધા ટવીટ્‌ને લઇ હવે ગુજરાતમાં રાજકારણ ફરી ગરમાયું છે. માત્ર એટલું જ નહીં, હાર્દિક પટેલે આજથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એકતા યાત્રાનો પણ જારદાર વિરોધ કર્યો છે.

રાજકોટમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, એકતા યાત્રામા રથની અંદર કોઈ ભાજપના નેતાનો ફોટો હશે તો તેનો વિરોધ કરવામાં આવશે. તેણે ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવાની ચીમકી આપી હતી. હાર્દિકે કહ્યું હતું કે સરદાર સાહેબ ખેડૂતોની ચિંતા કરતા હતા. તેણે એકતા યાત્રા રથમાં ખેડૂતોના ફોટા મુકવા માંગ કરી હતી. જા એકતાયાત્રાના રથમાં ભાજપના કોઇ નેતા કે આગેવાનોના ફોટા હશે તો તે ઉતારી ફેંકવાની પણ તેણે ચીમકી ઉચ્ચારી હતી. હાર્દિક પટેલે ભાજપની એકતા યાત્રાનો વિરોધ કરતાં હવે રાજયના પાટીદાર વિસ્તારો અને ગામોમાં યાત્રાની સફળતા સામે ગંભીર સવાલો ઉઠયા છે. હાર્દિકના મોદી પર સીધા પ્રહાર, કટાક્ષ કરતાં ટવીટ્‌ને લઇ રાજકારણ પણ ગરમાયું છે.

Share This Article