અમદાવાદ: પાટીદાર સમુદાય માટે અનામત અને ખેડૂતોની દેવા માફીના મુદ્દા ઉપર આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલને મળવા માટે દેશની અનેક મોટી પાર્ટીઓના રાજકીય નેતાઓ પહોંચી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હજુ સુધી ન પહોંચતા આને લઇને પણ ચર્ચા છે. એકબાજુ રાહુલ ગાંધી હાલમાં કૈલાશ માનસરોવર યાત્રા પર છે. કૈલાશ માનસરોવરની યાત્રા બાદ હાર્દિક પટેલને મળવા પહોંચે તેવી માનવામાં આવી રહ્યું છે.
હાર્દિક પટેલ દ્વારા આ સંદર્ભમાં કોઇ વાત કરી નથી પરંતુ પાસના નેતાઓમાં પણ આની ચર્ચા જાવા મળી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી માટે જારદાર પ્રચાર કરનાર હાર્દિક પટેલે ફેબ્રુઆરી મહિનામાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, રાહુલ ગાંધી તેમના નેતા નથી પરંતુ વ્યક્તિગતરીતે તેઓ રાહુલ ગાંધીને પસંદ કરે છે. ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામત અપાવવા મુદ્દે ૧૬ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે દેશભરના નેતાઓ આવી રહ્યા છે.
પૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજા, સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહા બાદ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી બે દિવસમાં હાર્દિકને મળવા આવે એવી સંભાવના છે. આ મુલાકાતને પગલે હાર્દિકના ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણીમાં તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. હાર્દિક પટેલ ૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર છે અને તેની તબિયત પણ હાલ લથડી રહી છે. જા કે, આજે હાર્દિક પટેલને એસજીવીપી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને હાર્દિકે ફરી અનશન શરૂ કર્યા છે.