અમદાવાદ : અનામત આંદોલન ઉપર ઉતરેલા હાર્દિક પટેલ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. આજે હાર્દિક પટેલ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. રાજ્યના ડીસીપી પર હાર્દિકને મારી નાંખવાની ધમકી આપવાનો આક્ષેપ કરાયો હોવાની વિગતો ખલુતા ખળભળાટ મચી ગયો છે. હાર્દિકે
મિડિયા સાથે ખરાબ વર્તનને લઇને પણ પોલીસ ઉપર પ્રહાર કર્યા છે. આને લઇને સમુદાયના લોકોમાં નારાજગી પણ છે. એક તબક્કે ફરજ પર હાજર પોલીસ દ્વારા મીડિયાની હાજરીમાં જ હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી અપાતાં હાર્દિક ઉશ્કેરાયો હતો અને અધિકારીને ચેતવતાં જણાવ્યું હતું કે, મને મારી નાખવાની ધમકી ના આપો. મને મારવાની ધમકી આપવામાં આવી રહી છે. હાર્દિકે પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ગ્રીનવુડ રિસોર્ટમાં મને ઘરની અંદર ન જવા દીધો. મને પોલીસ દ્વારા જ એમ્બ્યુલન્સથી નીચે ઉતારી દેવામાં આવ્યો. હાર્દિકનાં સમર્થકોએ પણ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે.
હાર્દિકને જાનથી મારી નાંખવાની પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી છે. મામલો થાળે પડતાં હાર્દિકે તેના સાથીઓ સાથે ચાલતાં જ ઉપવાસ છાવણીના સ્થળ પર પહોંચી ફરી પોતાના આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા હતા., ઉલ્લેખનીય છે કે, હાર્દિકના આમરણાંત ઉપવાસનો આજે ૧૬મો દિવસ છે અને તેણે હજુ સુધી અન્ન ગ્રહણ કર્યું નથી.