અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આજથી ભારે ઉત્તેજનાભર્યા અને અજંપાભર્યા માહોલ વચ્ચે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો તેના છત્રપતિ નિવાસ નામના નિવાસસ્થાને પ્રારંભ થયો હતો. હાર્દિકના ઉપવાસનો કાર્યક્રમ નીચે મુજબ છે.
- તા.૨૬ ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા , ધોરાજી , ધ્રાંગધ્રા , ઊંઝા , ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.
- તા.૨૭ ઓગસ્ટ- માણાવદર , જામજોધપુર , ભેંસાણ , વિસાવદર , કેશોદ , લાલપુર , કાલાવડ , ધ્રોલ , જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે
- તા.૨૮ ઓગસ્ટ- મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર , વડાલી , ઇડર , તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.
- તા.૨૯ ઓગસ્ટ- ટંકારા , મોરબી , માળિયા , પડધરી , હળવદ , વાંકાનેર , લોધિકા , કોટડા-સાંગાણી , જસદણ , ગોંડલ , જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
- તા.૩૦ ઓગસ્ટ- જુનાગઢ , સોમનાથ , ગીર ગઢડા , ભાયાવદર , પાનેલી , વંથલી , માળીયા , મેંદરડા , તાલાલા , બાબરા , લાઢી , સાવરકુંડલા , બગસરા , ધારી , ખાંભા , લીલીયા , અમરેલી , રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.
- તા.૩૧ ઓગસ્ટ- ભાવનગર , ઘોઘા , સિહોર , ગારિયાધાર , પાલિતાણા , સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
- તા.૧ સપ્ટેમ્બર – બહુચરાજી , લખતર , ધોળકા , બાવળા , સાણંદ , માણસા , ગોઝારીયા , વિસનગર , સતલાસણા , વિજાપુર , કલોલ , ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.
- તા.૨ સપ્ટેમ્બર – અમદાવાદ , માંડલ , દેત્રોજ , વિરમગામ , દસક્રોઈ , પાટડી , વઢવાણ , મુળી , ચોટીલા , સાયલા , ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.
- તા.૩ સપ્ટેમ્બર – સિદ્ધપુર , પાટણ , પાલનપુર , રાપર , ભુજ , નખત્રાણા , ગાંધીધામ , કડી , વડનગર , મહેસાણા , તેનપુર , બાયડ , માલપુર , મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
- તા.૪ સપ્ટેમ્બર – કુતિયાણા , જુનાગઢ , બોટાદ , ગઢડા , વલભીપુર , ઉમરાળા , લુણાવાડા , શહેરા , ગોધરા , હાલોલ , કાલોલ , કડાણા , ખાનપુર , સંખેડા , ડભોઈ , કરજણ , પાદરા , સિનોર , વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.