આ કંપનીના એમ્બેસેડર તરીકે હાર્દિક પંડ્યાની થઇ નીમણુંક

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ગ્રાહકોને સારી રેસ્ટોરંટ ડિલ આપનારી કંપની જેગલ દ્વારા ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર અને યુવા ખેલાડી હાર્દિક પંડ્યાની પોતાના બ્રાંડ એમ્બેસેડર તરીકે નીમણુંક કરવામાં આવી છે. આ ડિલની સાથે જ હાર્દિક પંડ્યા હવેથી જેગલ સાથે સંકળાયેલા ઉત્પાદનનો પ્રચાર કરશે. આ કંપની કોર્પોરેટ કાર્ડ, ડાઇનીંગ ડિલ્સ અને રિવોર્ડસ એન્ડ લોયલ્ટી સિસ્ટમ પ્રદાન કરાવે છે.

જેગલ સાથે જોડાઇને હું ખૂબ જ ખુશ છું તેમ જણાવતા કંપની સાથે જોડાવવા પર પંડ્યા એ જણાવ્યું કે, આ બ્રાંડ લોકોને ચૂકવણીના નવા-નવા પ્રકાર અને શ્રેષ્ઠ રેસ્ટોરંટ વિશે જણાવે છે. ખાવાનો શોખીન હોવાના કારણે હું હંમેશાથી નવા રેસ્ટોરંટ શોધતો રહું છું, અને જેગલની સર્વિસ અને નવા પ્રકારોનો ઉપયોગ કરીને બચત પણ થાય છે અને નવી ડિલ પણ આપે છે. પોતાના પહેલા વિજ્ઞાપનમાં રોકસ્ટાર અંદાજમાં રેકોર્ડ કરવા માટે હું સજ્જ છું.

 

Share This Article